HomeGujaratદાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે

દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે

૩૦ મે ૨૦૨૩ના રોજ દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારને ૯ વર્ષ પુર્ણ કરી રહી છે.આ પ્રસંગે દાહોદમાં ૩૦ મે થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા,મંડળ,શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવશે તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દેશમાં વ્યાપક જનસંપર્કવરિષ્ઠ કાર્યકર્તા સંપર્ક,વગેરે જેવા લોકસભા,વિધાનસભા અને બુથ સ્તરના કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે,જેના માધ્યમથી ‘મોદી સરકાર’ની નીતિઓ અને ઉપલબ્ધિઓને જનતા સુધી પહોચાડવામાં આવશે જે અભિયાન અંતર્ગત તારીખ ૧ જુન થી ૮ જુન દરેક વિધાનસભા મત વિસ્તારના પ્રભાવશાળી વ્યક્તિઓ વિશિષ્ટ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments