Valentine Special: અપેક્ષા હોય એ સમજી શકાય; પણ અપેક્ષાઓ શું છે… એ તો ખબર હોવી જોઇએને..?

0
256
Valentine Special & Expectations: અંતરજ્ઞાની નથી કે કહ્યા વગર બધું સમજી લઉ...
Valentine Special & Expectations: અંતરજ્ઞાની નથી કે કહ્યા વગર બધું સમજી લઉ...

Valentine Special & Expectations: ઘણીવાર સંબધોમાં બાંધછોડ કરવી જરૂરી છે, કયો સંબંધ જાળવવો અને કયો સંબંધ જતો કરવો એની સમજ જિંદગી સારી રીતે જીવવા માટે ખુબ જરૂરી છે. સંબધમાં ઢીલ આપવી, દરેક સંબંધને પકડી રાખવાની જરૂર નથી. છોડી દેવા જેવા સંબંધ હોય તો તેને વહેલી તકે છોડી દેવામાં જ ભલાઈ રહેલી ભલું છે….

Valentine Special & Expectations: અંતરજ્ઞાની નથી કે કહ્યા વગર બધું સમજી લઉ...
Valentine Special & Expectations: અંતરજ્ઞાની નથી કે કહ્યા વગર બધું સમજી લઉ…

‘હું ન બોલું તોયે તું સંભાળે એટલે તું મારો ભગવાન,

તું ન બોલે તોયે મને સંભળાય એ મારી શ્રદ્ધા…’

Valentine Special & Expectations
Valentine Special & Expectations

સંબંધમાં જતું કરતા શીખો

કોઈ પણ સંબંધ ક્યારેય સીધી લીટીમાં ચાલતા નથી. ગમે એટલી નજીકની વ્યક્તિ હોય એની સાથે પણ ક્યારેક તો કોઇ બાબતે મતભેદ થવાનો જ છે.

આપણા પોતાની વ્યક્તિ સાથે જ્યારે આપને કોઇ મુદ્દે વાદ-વિવાદ સર્જાય ત્યારે આપણે કેવી રીતે વર્તન કરીએ એ પરથી આપણા સંબંધોની સમજણ નક્કી થઈ જતી હોય છે. ઘણીવાર સંબંધો સાચવવા જતું કરવું પડે છે.

ઘણીવાર આપણને ખબર હોય કે, વાંક આપણો નથી, ભૂલ સામે વાળા વ્યક્તિએ કરી છે ત્યારે પણ આપણને વાત સંભાળી લેતા આવડવું જોઇએ.

Valentine Special & Expectations
Valentine Special & Expectations

સંબંધમાં પ્રેમ, આદર અને સન્માન

સંબંધોની એક નજાકત, એક સત્ત્વ હોય છે. સંબંધોની પોતાની સંવેદના અને વાચા હોય છે. ભલે એવું કહેવાતું હોય કે, સંબંધોમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઇએ, તેમ છતાં કોઈને કોઈ સ્વાર્થ તો રહેવાનો જ છે. છેલ્લે એવી ભાવના તો રહેવાની જ છે કે, મારી વ્યક્તિ મારી રહે, મને સાચવે, મને પેમ્પર કરે, મારી કેર કરે.

આપણે જેને પ્રેમ કરીએ – બધું કરવા તૈયાર હોઇએ એની પાસે એટલી અપેક્ષા હોય છે કે, એ પણ આપણને પ્રેમ કરે, આદર આપે, સન્માન જાળવે.

Valentine Special & Expectations
Valentine Special & Expectations

Expectations: ના કહેલું પણ કેવી રીતે સમજવું…

Expectations: લાખ સાચવો તેમ છતાં સંબંધ ક્યારેક કસોટીએ ચડે છે, કારણ કે બે વ્યક્તિ ક્યારેય એકસરખી નથી હોતી. બંને એકબીજાને પ્રેમ કરતાં હોય તો પણ બંને એકબીજાથી અલગ છે જ, આપણે આપણી વ્યક્તિને ઓળખવી પડે છે. એને તેના નેગેટિવ પોઇન્ટ્સ સાથે સ્વીકારવી પડે છે.

ઘણા કપલની ફરિયાદ હોય છે. બંનેને એકબીજાને ખુબ પ્રેમ કરે છે પણ મેરેજ પછી પત્નીને સતત એવું લાગતું હતું કે, મારો હસબન્ડ મારી કેર કરતો નથી. આઇ લવ યુ કહેતો નથી. એને પોતાના કામની જ પડી છે. ફરવા જવા માટે ક્યારેય રજા લેતો નથી.

પરંતુ જો પત્ની બીમાર પડે તો પતિએ રજા લે, આખો દિવસ પત્નીની સાથે રહે અને તેનું ધ્યાન રાખે. ત્યારે  પત્નીને આશ્ચર્ય થાય છે કે હું સાવ ધારું છું એવો એ નથી. એને મારી પડી તો છે જ.

સંબધોમાં કયારેક કહી દેવું અને કયારેક જાતે સમજી પણ લેવું પડતું હોય છે. કહેવું પણ એટલું જ જરૂરી છે કેમ કે બધી વાત દરેક વખતે સમજાઇ જાય એવું જરૂરી નથી. ક્યારેક તમારે તમારી વ્યક્તિને પ્રેમથી સમજાવવી પણ પડે છે કે, તું આવું કરે તો મને ગમે. અપેક્ષા (Expectations) હોય એ સમજી શકાય પણ અપેક્ષાઓ શું છે એ તો ખબર પડવી જોઇએને..?

Valentine Special & Expectations
Valentine Special & Expectations

ઝગડો કરીને બધું કહી દેવાની મજા

ઘણી વખત બેમાંથી એક વ્યક્તિ ઝઘડા પર ઊતરીને ખબર પાડી દેવાના મૂડમાં આવી જાય છે. ચૂપ રહેવા કરતાં ક્યારેક ઝઘડી લેવું વધુ બહેતર હોય છે.

એક કપલે  કહ્યું કે,  માથાકૂટ થાય ત્યારે અમે ઝઘડી લઇએ છીએ. જે કહેવું હોય એ મોઢા-મોઢ કહી દઇએ અને પછી વાત પૂરી. સૌથી મહત્ત્વની વાત એ જ હોય છે કે, વાત પૂરી થઇ જાય. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે વાત પૂરી થતી નથી અને લંબાતી જાય છે. ઝઘડો, વિવાદ, માથાકૂટ  બને એમ વહેલાં પૂરી થાય એ સારા અને સ્વસ્થ સંબંધ માટે જરૂરી છે.

Valentine Special & Expectations
Valentine Special & Expectations

સંબંધમાં ‘રામ કે ભૂત’ કરતા શીખો

નાનપણમાં આપણે રામ કે ભૂત કહેતા… યાદ છે… લઇ જમતી વખતે જયારે વસ્તુ હાથમાંથી પડી જાય ત્યારે પૂછતાં, “રામ કે ભૂત” રામ બોલે તો વસ્તુ સાફ કરીને ખાઈ લેવી ભૂત બોલે તો ફેકી દેવી… બસ આ જ નિયમ સંબંધમાં પણ રાખવો.

 નીચે પડી ગયેલી વસ્તુની જેમ ક્યારેય સંબંધ પણ ડાઉન થાય, નીચે પડી ગયેલો સંબંધ ઘણી વખત નક્કામો હોતો નથી. એ સંબંધને પણ રામ કહીને પાછો જીવતો કરી લેવો. જો  સંબંધ ભૂત કહેવા જેવો હોત તો પ્રેમથી અલગ થઇ જાવ. 

4 52

સંબંધને સાચવવા માટે ઇગોને ઓગાળો  

બંને વચ્ચે જે ઝઘડો માત્ર ને માત્ર ઇગોનો છે, તે સંબંધને સાચવવા માટે ઇગોને ઓગાળવો પડે છે. ઓગાળી દીધેલો ઇગો સંબંધને પાક્કો અને મજબૂત બનાવતો હોય છે. પોતાની વ્યક્તિ પાસે કેવો ઇગો? જો તમે પોતાની વ્યક્તિ માટે જતું ન કરી શકો તો તમારી સમજણનો કોઇ અર્થ રહેતો નથી. સમજણનો એક અર્થ એ છે કે, આપણને ખબર હોય કે કોને સાચવવાના છે અને કોને જવા દેવાના છે..!

10 3

ક્ષણભંગુર સંબંધો: સંબંધોને જીવો | Transient relationships

સંબંધોનું એક સત્ય એ પણ છે કે, બધા સંબંધો કાયમ માટે હોતા નથી. કેટલાંક સંબંધો માત્ર થોડાક સમય પૂરતા મર્યાદિત હોય છે. જ્યારે સંબધો જીવાતા હોય છે ત્યારે સોળે કળાએ ખીલેલા હોય અને તે અચાનક આથમી પણ જાય છે.

ઘણી વાર કંપનીમાં જોબ કરતી વખતે સાથે કામ કરતા લોકો સાથે બહુ જ બને.. લાગે કે બસ આ લોકો જ મારી ખાસ દુનિયા છે… જોબ બદલતી વખતે એમનો વિચાર પણ આવે. પણ જયારે જોબ છોડીને બીજી કંપનીમાં જઈએ ત્યારે જૂના લોકો સાથે સંબધ તો રહે છે પણ પહેલા જેવા ખાસ રહેતા નથી. 

ફ્રેન્ડ્સ છોડવાની પીડા હોય, થોડા દિવસ આકરું લાગ્યું પણ પછી ધીમેધીમે બધું સેટ થઇ જાય છે.

જૂનો સંબંધ એક જગ્યાએ સચવાઇને પડ્યો હોય છે, એ સુંદર હોય છે પણ સુષુપ્ત થઇ ગયો હોય છે. કેટલાંક કામચલાઉ સંબંધો યાદ આવે ત્યારે એવું થયા વગર ન રહે કે, એ મારી જિંદગીનો બેસ્ટ ટાઇમ તે હતો.

તમારી જિંદગીનો બેસ્ટ ટાઇમ કયો હતો? યાદ કરજો, મોટા ભાગે તો એ સમય કોઇની સાથે જીવાયેલો સંબંધ જ હશે. સંબંધોને જીવો.

2 60

 તૂટવા ન દે એ માટે સંબંધને ખૂટવા ન દો

સંબંધો માટે જરૂર હોય ત્યાં જતું કરો. જિંદગીને સારી રીતે જીવવા માટે આપણે જેમ ઘણું બધું સાચવીએ છીએ એમ સંબંધને પણ જતનથી જાળવવો જોઇએ. મુશ્કેલ સમયમાં સારા સંબંધ સિવાય કશું કામ લાગતું નથી. તૂટી જવા જેવી ક્ષણોમાં પણ સંબંધ આપણને સાચવી લેતા હોય છે. તૂટવા ન દે એ માટે સંબંધને ખૂટવા ન દો.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.