Vaibhav Suryavanshi : સચિન કરતા પણ નાની ઉમરે આ ખેલાડીએ કર્યું ક્રિકેટમાં ડેબ્યુ

0
410
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi:  તમે ક્રિકેટની વાત કરો અને તમે સચિનને યાદ ન કરો એવું ના બને, ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની એક વાત સૌને યાદ હશે કે સચિને ક્રિકેટ જગતમાં 14 વર્ષની ઉમરે ડેબ્યુ કર્યું હતું. પરંતુ સચિન કરતા પણ નાની ઉમરે ડેબ્યુ કરનાર ખેલાડીઓની યાદીમાં એક નામ ઉમેરાયું છે, બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ માત્ર 12 વર્ષની ઉમરે રણજી ટ્રોફીની મેચમાં ડેબ્યુ કર્યું છે.      

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi ;  વૈભવને રણજી ડેબ્યૂ કેપ મળી


રણજી ટ્રોફીની નવી સીઝન (Ranji Trophy 2023-24) શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટના અનેક દિગ્ગજો મેદાનમાં આવ્યા છે. આ દરમિયાન બિહારના વૈભવ સૂર્યવંશી વિશે ચર્ચા ચાલી રહી છે. વૈભવને 12 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કેપ મળી હતી. બિહારની ટીમ પટનામાં મુંબઈ સામે રણજી ટ્રોફીની ગ્રુપ બીની મેચ રમવા આવી હતી. આ મેચથી વૈભવે રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતું.

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi :  માત્ર 6 વર્ષની ઉમરે બેટ હાથમાં પકડી લીધું હતું


વૈભવ સૂર્યવંશી ડાબા હાથનો ઓપનર છે, જે બિહારના સમસ્તીપુર જિલ્લાનો છે. તેણે માત્ર 6 વર્ષની ઉંમરે બેટ પકડ્યું અને 7 વર્ષની ઉંમરે ક્રિકેટ એકેડમીમાં જોડાયો. તેને પૂર્વ રણજી ક્રિકેટર મનીષ ઓઝાએ તાલીમ આપી હતી. તે ભારતની અંડર-19 B ટીમનો પણ ભાગ હતો અને તેણે 5 મેચમાં 177 રન બનાવ્યા હતા. વૈભવે વિનુ માંકડ ટ્રોફીની છેલ્લી સિઝનની 5 મેચમાં 393 રન બનાવ્યા હતા. તેણે અંડર-19 ટીમ માટે કૂચ બિહાર ટ્રોફીની મેચો પણ રમી છે.

Vaibhav Suryavanshi  :  ‘બિહારનો સચિન’

Vaibhav Suryavanshi


વૈભવને ‘બિહારનો સચિન તેંડુલકર’ ગણાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ સમયે સચિન તેંડુલકરની ઉંમર 15 વર્ષ અને 232 દિવસ હતી. જોકે, વૈભવની વાસ્તવિક ઉંમરને લઈને થોડો વિવાદ છે. BCCIની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, વૈભવે 12 વર્ષ 9 મહિના અને 10 દિવસની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. ક્રિકઇન્ફો વેબસાઇટ પર તેમની ઉંમર 14 વર્ષ લખવામાં આવી છે. વૈભવનો એક જૂનો ઈન્ટરવ્યુ પણ વાયરલ થઈ રહ્યો છે જે લગભગ 8 મહિના પહેલાનો છે. વૈભવ પોતે તેમાં કહી રહ્યો છે કે તે 27 સપ્ટેમ્બરે 14 વર્ષનો થશે. આ મુજબ, ડેબ્યૂ સમયે તેની ઉંમર 14 વર્ષ, 3 મહિના અને 9 દિવસ છે.

તમે આ પણ વાંચી શકો છો

T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ