Vaibhav Pandya: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યા સાથે છેતરપિંડી કરનાર આરોપીની મુંબઈની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી પંડ્યા બ્રધર્સનો સાવકો ભાઈ વૈભવ છે. કેસ 2021નો છે જ્યારે આરોપી વૈભવે પંડ્યા બ્રધર્સ સાથે મળીને પોલિમર બિઝનેસની કંપની શરૂ કરી હતી.
Vaibhav Pandya: મુંબઈ પોલીસ દ્વારા ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યા ના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. વૈભવ પંડ્યા પર પંડ્યા બ્રધર સાથે છેતરપિંડીનો આરોપ લાગેલો છે.
Vaibhav Pandya: પાર્ટનરશિપ ફર્મમાંથી 4.3 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ
વૈભવ પંડ્યા પર પાર્ટનરશિપ ફર્મમાંથી લગભગ 4.3 કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ છે. જેના કારણે હાર્દિક અને કૃણાલ ને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વૈભવે રુપિયાનો દુરુપયોગ અને ભાગીદારીની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.
Vaibhav Pandya: આજથી ત્રણ વર્ષ પહેલા ત્રણેય ભાઇઓ એ સંયુક્ત રીતે અમુક શરતો સાથે પોલિમર બિઝનેસની શરૂઆત કરી હતી. જેમાં પાંડ્યા બ્રધર દ્વારા 40 ટકા મૂડીનું રોકાણ કરવાનું હતું જ્યારે વૈભવે 20 ટકાનું રોકાણ કરવાનું હતું, તેમજ તે બિઝનેસ તેને સંભાળવાનો હતો. તેમજ નફો પણ આ શેર પ્રમાણે વહેંચવાનો હતો. જો કે, વૈભવે કથિત રીતે તેના ભાઈઓને જાણ કર્યા વગર બીજી પેઢી સ્થાપી અને ભાગીદારી કરારનો ભંગ કર્યો હતો.
Vaibhav Pandya: પરિણામ એ આવ્યું કે ભાગીદારી નફા માં ઘટાડો થવા લાગ્યો હતો. જેમાં લગભગ 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વૈભવે તેના નફાનો હિસ્સો 20 ટકાથી વધારીને 33.3 ટકા કરી દીધો હતો, જેના કારણે હાર્દિક અને કૃણાલને આર્થિક નુકસાન થયું હતું.
Vaibhav Pandya:મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે વૈભવ પંડ્યા પર આ કામગીરીના સંબંધ માં છેતરપિંડી અને બનાવટી નો આરોપ લગાવ્યો છે. પાંડ્યા બંધુઓએ હજુ સુધી આ બાબતે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. હાલ તેઓ IPL માં વ્યસ્ત છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો