
VADODARA : લાપતા યુવકનું પૂતળું મુકી પરિવાર દ્વારા અંતિમ સંસ્કાર
વડોદરાના પાદરા પાસે આવેલો ગંભીરા બ્રિજનો (GAMBHIRA BRIDGE TRAGEDY) એક ભાગ 6 દિવસ પૂર્વે તુટી પડ્યો હતો. જેમાં અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં વિક્રમસિંહ નામનો યુવક હજી પણ લાપતા (YOUNG MAN MISSING) છે. આજે પરિવારે મૃતક પુત્રની જગ્યાએ પૂતળું મુકીને તેનો અંતિમહાદ આપ્યો (FAMILY CREMATE STATUE) છે. મહિસાગર નદીના કિનારે પરિવારે અંતિમ સંસ્કાર કર્યા છે.
VADODARA : નદી કિનારે વિધિ પૂર્ણ કરી
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નરસિંહપુરા ગામના 22 વર્ષિય વિક્રમસિંહ પઢિયારનો કોઇ પત્તો લાગતો નથી. પરિવાર તેની કોઇ ભાળ મળશે તેવી રાહ જોઇને અત્યાર સુધી બેઠું હતું. તંત્ર દ્વારા પણ તેને શોધવા માટે કરવામાં આવેલા પ્રયાસોમાં કોઇ સફળતા મળી ન્હતી. આ વચ્ચે આજે વિક્રમસિંહ પઢીયારના પરિવારે નદી કિનારે તેના મૃતદેહની જગ્યાએ પૂતળાને અગ્નિદાહ આપીને અંતિમસંસ્કાર પૂર્ણ કર્યા છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, 20 જુને જ વિક્રમસિંહે પોતાની દિકરીના જન્મદિવસની ઉજવણી કરી હતી. દિકરીના જન્મદિવસના 19 માં દિવસે આ ઘટના સામે આવી છે. જેમાં આજદિન સુધી વિક્રમસિંહની કોઇ પણ ભાળ મળી નથી.
VADODARA : પરિવારને પોતાનો વ્હાલસોયો મળી જાય તેવી આશા
બીજી તરફ નદીમાં કેમિકલ ટેન્કર પડ્યું હોવાના કારણે બચાવ કાર્યમાં ટીમોને અવરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા અંતિમ વ્યક્તિની કોઇ ભાળ ના મળી જાય ત્યાં સુધી રેસ્ક્યૂ કરવામાં આવનાર છે. બીજી તરફ હજી પણ પઢિયાર પરિવારને પોતાનો વ્હાલસોયો મળી જાય તેવી આશા છે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
: VADODARA : બ્રિજ દુર્ઘટનામાં લાપતા યુવકનું પૂતળું મુકી પરિવારે અંતિમદાહ આપ્યો#VadodaraNews #BridgeCollapse #GambhiraBridgeTragedy