કોર્ટે ૧૮ આરોપીઓના જામીન નામંજૂર કર્યા

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કોર્ટે 18 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે તમામ 18 આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા. જામીન અરજી નામંજૂર થતા ફરી એક વખત તમામ લોકોને જેલ ભેગા કરાયા છે. ત્યારે શહેરમાં થયેલા તોફાન મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.