કોરોનાને કાબુમાં રાખવા દેશભરમાં પૂરજોશમાં રસીકરણ ચાલ્યું

0
45

ભારતમાં કોવિડ વેક્સિનના ૨૨૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા

ગુજરાત સહીત દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. દેશમાં હાલમાં કોરોનાનો ડેઈલી પોઝીટીવીટી રેટ 0.56 ટકા છે, જ્યારે વીકલી પોઝીટીવીટી રેટ 1.07 ટકા છે. સમગ્ર દેશમાં કોરોનાની શરૂઆતથી લઈને હાલ સુધીમાં 92.87 કરોડ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં રીકવરી રેટ 98.79 ટકા છે. મહત્વનું છે કે, કોરોનાને કાબુમાં રાખવા માટે હજુ પણ રસીકરણ પૂરજોશમાં ચાલુ છે. દેશમાં હાલ સુધીમાં કોવિડ વેક્સિનના ૨૨૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી બીજો ડોઝનો આંકડો ૯૫.૨૧ કરોડ છે, જયારે બુસ્ટર ડોઝનો આંક ૨૨.૮૭ કરોડ છે.