Uttarayan : જો તમે આ ઉત્તરાયણની તૈયારી ધામધૂમથી કરવાની યોજના બનાવી રહ્યા છો તો એક વાર આ સમાચાર પણ વાંચી લો.. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં અનેક પલટા આવ્યા છે. દિવાળીથી લઈને ડિસેમ્બર સુધીના અનેક તહેવારોમાં વરસાદી અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ પણ બગડે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ઉત્તરાયણ (Uttarayan) ના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે.

Uttarayan ના દિવસે કેવો રહેશે પવન ?
વર્ષનો સૌથી પહેલો તહેવાર (Uttarayan)બગડવાના એંધાણ છે તેવી આગાહી કરાઈ છે. ઉતરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે. 14મી જાન્યુઆરીએ વાદળો રહેશે. તો પવન પણ મધ્યમ રહેશે. આ કારણે પતંગરસિકો નિરાશ થશે. તો 15મી જાન્યુઆરીએ પવન સારો રહેશે. ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે. એવામાં ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 13 અને 14 જાન્યુઆરીએ પતંગ ચગાવવા માટે સવાર સાંજ પવન કેવો રહેશે તેની આગાહી કરી નાંખી છે. આ સાથે 14 અને 15 જાન્યુઆરી વાદળછાયુ વાતાવરણ રહેવાનું છે, 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે અને 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે તેમ જણાવ્યું છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના પ્રમાણે 12 અને 13 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડશે. કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 12 અને 13 તારીખે વરસાદની આગાહી છે. વરસાદને કારણે ઉતરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદ પતંગરસિયાઓની મજા બગાડે તેવી શક્યતા છે. (Uttarayan) ઉતરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. ઉત્તર-પશ્ચિમી પવન 14 અને 15 જાન્યુઆરીના રોજ હશે. 9, 10, 11, 12 અને 13 જાન્યુઆરીએ ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડતા ઠંડી વધશે.

જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. 5 અને 6 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલ્ટો આવશે, એટલે કે વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 થી 13 જાન્યુઆરીએ પણ વાતાવરણમાં નરમાશ જોવા મળી શકે છે. જોકે 11 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે કે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે અને 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે.
તમે આ પણ વાંચી શકો છો
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મળી ગિફ્ટ, ગાંધીનું ગુજરાત નથી હવે ‘ડ્રાય સ્ટેટ’, સરકારે હટાવ્યો પ્રતિબંધ