Uttar Pradesh: આગ્રાની હોમસ્ટેમાં મહિલા પર સામૂહિક બળાત્કાર, બળજબરીપૂર્વક દારૂ પીવડાવી અશ્લીલ ફોટા પાડ્યા, 5ની ધરપકડ

2
262
Gang rape in Agra homestay
Gang rape in Agra homestay

Gang Rape in Agra : ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક હોટલમાં મહિલા પર કથિત સામૂહિક બળાત્કાર (Gang Rape) ના સંબંધમાં એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, પોલીસે જણાવ્યું કે, પીડિતા, જેની ઉંમર આશરે 25 વર્ષની છે, તેણે કહ્યું કે તેનો એક વાંધાજનક વીડિયો અગાઉ બનાવવામાં આવ્યો હતો અને તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી. પીડિતાએ પોલીસે જણાવ્યું કે તેને બળજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો અને તેના માથા પર કાચની બોટલ મારવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે, મહિલા એ જ હોટલમાં કામ કરે છે જ્યાં તેની સાથે બળાત્કાર થયો હતો. આવી સ્થિતિમાં આ ઘટના આશ્ચર્યજનક છે. આ સમગ્ર ઘટના સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક પુરુષો એક મહિલાને મારતા જોવા મળી રહ્યા છે.

પોલીસે પાંચ લોકોની કરી ધરપકડ :

અર્ચના સિંહ, સહાયક કમિશનર પોલીસ, આગરા સદર એ જણાવ્યું કે, “શનિવારની રાત્રે, તાજગંજ પોલીસને ફોન આવ્યો કે એક સમૃદ્ધ હોમસ્ટેમાં, અહીંની એક મહિલા પર બળાત્કાર (Gang Rape) ગુજારવામાં આવ્યો છે અને તેના પર હુમલો કરવામાં આવ્યો છે. પીડિતાની ફરિયાદ અનુસાર, સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.”

આગરા પોલીસે જણાવ્યું કે ઘટનાની જાણ થયા બાદ એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે, પીડિતા આ જ હોટલની કર્મચારી હતી. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે પીડિતા પર પુરુષોના એક જૂથ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. “ઘટના પછી ચાર પુરુષો અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની તબીબી તપાસ કરવામાં આવશે અને કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે,”

Uttar Pradesh Gang rape of woman in Agra homestay

વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો :

પોલીસે જણાવ્યું કે, મદદ માટે રડતી મહિલાનો એક કથિત વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, બળાત્કાર (Gang Rape) ના આરોપો ઉપરાંત હત્યાના પ્રયાસના આરોપોની કલમ પણ આરોપીઓ વિરુદ્દ દાખલ કરવામાં આવી છે.

પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. અર્ચના સિંહે કહ્યું, “આ મામલામાં ચાર પુરુષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પીડિત મહિલાની મેડિકલ તપાસ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર, હુમલો અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. .

IPC કલમ 376 (બળાત્કાર), 307 (હત્યાનો પ્રયાસ), 323 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી), અન્ય સંબંધિત કલમો અને અનૈતિક ટ્રાફિક નિવારણ અધિનિયમની કલમ 7 અને 8 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

#UpgangeRape

2 COMMENTS

Comments are closed.