રાત્રે સુતા સમયે અંધારા માં ફોન નો વપરાશ સાબિત થઇ શકે છે જોખમી

0
181

સ્માર્ટ ફોન નો વધતો જતો વપરાશ

આંખો ને પણ થઇ શકે છે નુકશાન

આખી દુનિયા માં ફોન નો સતત વપરાશ વધતો જ જઈ રહ્યો છે.ત્યારે આંખો ને લગતી સમસ્યાઓ પણ વધી રહી છે.એવામાં ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ બાળકો થી લઇ ને મોટા સુધી વધુ પ્રમાણ માં જ જોવા મળી રહ્યો છે.બાળકો ની આંખો ને પણ નુકસાન થઇ રહ્યું છે.વધતા જતા નંબર પણ આજના સમય માં એક ચિંતા નો વિષય જ બની ગયું છે.એક સર્વે મુજબ સરેરાશ ૨૫ વર્ષ ના યુવાનો દિવસ માં ૪૫ વખત મોબાઈલ નો ઉપયોગ કરે છે.સ્માર્ટ ફોન ઉપરાંત કમ્પુટર,ટેબ્લેટ,અને ફ્લેટ ટીવી નો વધતો જતો ઉપયોગ આંખો ને નુકશાન કરી રહ્યો છે. આંખો કમજોર પડવાની બેતાલા ની સમસ્યા હવે ૪૦ વર્ષ થી નાની વયના લોકો ને પણ થઇ રહી છે.નિષ્ણાતો ના જણાવ્યા અનુસાર અંધારા પર થી સીધી સ્ક્રીન લાઈટ પર પડે ત્યારે આંખો ખેંચાતી હોય છે.ખાસ કરી ને ફોન માંથી નીકળતો બ્લુ પ્રકાશ આંખો ને વધુ પડતુ જનુકશાન કરે છે.કેટલાક ફોન માંથી નીકળતો પારજાંબલી પ્રકાશ આંખો ને વધુ પડતું નુકશાન કરે છે.સંશોધકો નું માનવું છે કે બ્લુ કિરણો થી મેક્યુલર ડી જનરેશનનું પ્રમાણ વધી જાય છે.જેનાથી કાયમી અંધાપો પણ આવી શકે છે.તેમજ સ્ક્રીન માંથી નીકળતી બ્લુ લાઈટ ની  મૂડ પર પણ અસર થતી જોવા મળે છે.