HomeDeshUS Visa Bulletin: અમેરિકામાં ભારતીયોને EB-1 ગ્રીન કાર્ડનો ઝટકો: વધતી માંગથી ક્વોટા...

US Visa Bulletin: અમેરિકામાં ભારતીયોને EB-1 ગ્રીન કાર્ડનો ઝટકો: વધતી માંગથી ક્વોટા પૂરો થવાનો ખતરો

US Visa Bulletin: અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય પ્રોફેશનલ્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટના સપ્ટેમ્બર 2026 Visa Bulletin મુજબ ભારતીય અરજદારોમાં EB-1 કેટેગરી માટે ભારે માંગ જોવા મળી રહી છે. વધતી માંગને કારણે ભારત માટે ફાળવવામાં આવેલા વિઝા નંબર નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં જ વપરાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટની ચેતવણી મુજબ, જો ભારતનો નિર્ધારિત વાર્ષિક ક્વોટા પૂરો થઈ જાય તો EB-1 કેટેગરીને સપ્ટેમ્બરના અંત પહેલાં અસ્થાયી રીતે ‘Unavailable’ જાહેર કરવાની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં સંબંધિત અરજદારો માટે ગ્રીન કાર્ડની પ્રક્રિયા પર અસર પડી શકે છે.

US Visa Bulletin: હાલ Final Action Date શું છે?

US Visa Bulletin

સપ્ટેમ્બર 2026ના Visa Bulletin મુજબ ભારત માટે EB-1ની Final Action Date 15 ઓક્ટોબર 2022 છે. એટલે કે આ કેટેગરીમાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય અરજદારો માટે પ્રાથમિકતા તારીખ મહત્વપૂર્ણ બની જાય છે.

ભારતીય પ્રોફેશનલ્સમાં EB-1 કેટેગરીની માંગમાં વધારો જોવા મળતા ઉપલબ્ધ વિઝા નંબર ઝડપથી વપરાઈ રહ્યા છે. પરિણામે નાણાકીય વર્ષના અંતિમ તબક્કામાં અરજદારો માટે ચિંતા વધી છે.

US Visa Bulletin: 30 સપ્ટેમ્બરે નાણાકીય વર્ષ પૂર્ણ થશે

US Visa Bulletin

અમેરિકાનું વર્તમાન નાણાકીય વર્ષ 30 સપ્ટેમ્બર 2026ના રોજ પૂર્ણ થવાનું છે. જો ત્યાં સુધીમાં ભારત માટે ઉપલબ્ધ વિઝા નંબરનો ક્વોટા પૂરો થઈ જાય તો EB-1 કેટેગરીને અસ્થાયી રીતે બંધ એટલે કે ‘Unavailable’ કરવામાં આવી શકે છે.

જોકે, નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ફરીથી નવા વિઝા નંબર ઉપલબ્ધ થતા સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા રહે છે. તેથી ભારતીય અરજદારો માટે આગામી દિવસો ખાસ મહત્વના બની ગયા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ઘર ખરીદદારોના હકમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી: બ્રોશરમાં આપેલું વચન પાળવું પડશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments