અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓટોગ્રાફ માંગ્યો

0
234

અમેરિકી કન્સલ્ટિંગ ફર્મ ‘મોર્નિંગ કન્સલ્ટ’ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૮ ટકા રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે, જ્યારે આ યાદીમાં સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 62 ટકા રેટિંગ સાથે બીજા ક્રમે છે. આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ૪૨ રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે છે. તે વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓટોગ્રાફ માંગ્યો હતો. આ દરમિયાન બાઈડને કહ્યું હતું કે, “તમે મારા માટે સમસ્યા ઉભી કરી રહ્યા છો. આવતા મહિને અમે તમારા માટે વોશિંગ્ટનમાં ડિનરનું આયોજન કર્યું છે. તેમાં સૌ કોઈને આવવું છે, મારી પાસે ટિકિટો ખતમ થઈ ગઈ છે. તમે વિચારતા હશો કે હું મજાક કરી રહ્યો છું, પરંતુ મારી ટીમને પૂછી જુઓ. મને એવા લોકોના ફોન આવી રહ્યા છે, જેમના વિશે મેં પહેલાં ક્યારેય સાંભળ્યું નથી. ફિલ્મ સ્ટાર્સથી લઈને સગાં-સંબંધીઓના ફોન આવી રહ્યા છે, એ પણ રિક્વેસ્ટ કરે છે. તમે અમેરિકામાં પણ ઘણા લોકપ્રિય છો, અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો તમને મળવા માંગે છે. મને તમારો ઓટોગ્રાફ જોઈએ છે.”