US India Trade Win:મોદી-ટ્રમ્પ કેમિસ્ટ્રી વૈશ્વિક ટેરિફ વોર વચ્ચે પણ ભારત સાથેની ટ્રેડ ડીલ સુરક્ષિત રહેશે.

0
91
US India Trade
US India Trade

US India Trade Win:અમેરિકામાં ચાલી રહેલા ‘ટેરિફ વોર’ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુશળ વિદેશનીતિ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેમના મજબૂત સંબંધો ફરી એકવાર ભારત માટે રક્ષણ કવચ સાબિત થયા છે. એકબાજુ અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા, તો બીજીબાજુ ટ્રમ્પે ગણતરીના કલાકોમાં જ વટહુકમ દ્વારા 10% વધારાના નવા ગ્લોબલ ટેરિફની જાહેરાત કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. જોકે, આ આર્થિક ઊથલપાથલ વચ્ચે પણ ટ્રમ્પે ભારત સાથેની ટ્રેડ ડીલ યથાવત રાખવાનો ભરોસો આપ્યો છે.

US India Trade Win:”પીએમ મોદી શાનદાર નેતા, પણ ડીલ નિષ્પક્ષ રહેશે”

ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન મૂકીને વખાણ કરતા તેમને એક સ્માર્ટ અને સમજદાર નેતા ગણાવ્યા હતા. ભારત સાથેની ટ્રેડ ડીલ પર અસર અંગે પૂછતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, કંઈપણ બદલાશે નહીં. પીએમ મોદી મારા સારા મિત્ર છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “ભારત પહેલા અમને નુકસાન પહોંચાડી રહ્યું હતું, પરંતુ હવે અમે એક ‘ફેર ડીલ’ કરી છે. હવે અમે તેમને ટેરિફ નથી આપી રહ્યા અને તેઓ અમને આપી રહ્યા છે.”

US India Trade Win:સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટ્રમ્પ લાલઘૂમ

વ્યૂહાત્મક ભાગીદારીનો નવો અધ્યાય: બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 260 કંપનીઓના પ્રતિનિધિમંડળ સાથે ભારત આવશેશુક્રવારે અમેરિકી સુપ્રીમ કોર્ટે 6-3ની બહુમતીથી ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને રદ કરતા જણાવ્યું હતું કે ટેક્સ લાદવાનો અધિકાર માત્ર સંસદ પાસે છે. આ નિર્ણયથી નારાજ ટ્રમ્પે જજોને ‘કટ્ટર ડાબેરીઓના પાલતુ’ ગણાવ્યા અને કહ્યું કે આ નિર્ણય દેશ માટે કલંક છે. કોર્ટના આંચકા બાદ તરત જ ટ્રમ્પે ‘સેક્શન 122’ (ટ્રેડ એક્ટ ઓફ 1974) નો ઉપયોગ કરીને 10% એક્સ્ટ્રા ગ્લોબલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જે આગામી 150 દિવસ સુધી લાગુ રહી શકે છે.

US India Trade Win:ભારત માટે કેમ છે રાહતના સમાચાર?

US India Trade Win
  • ટેક્સમાં ઘટાડો: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી સમજૂતી મુજબ, ભારતીય માલસામાન પરનો ટેક્સ 50% થી ઘટાડીને 18% કરવામાં આવશે.
  • કૃષિ ઉત્પાદનો: ભારતીય કૃષિ ઉત્પાદનો અમેરિકામાં ઝીરો ટેરિફ પર નિકાસ કરી શકાશે.
  • કોઈ વધારાનો બોજ નહીં: રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ લાદવામાં આવેલો 25% વધારાનો ટેક્સ પણ હટાવી દેવામાં આવ્યો છે.
  • સમયમર્યાદા: વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા મુજબ, આ ટ્રેડ ડીલ ફેબ્રુઆરીના અંત સુધીમાં ફાઇનલ થશે અને એપ્રિલથી પૂર્ણપણે લાગુ થઈ જશે.

US India Trade Win:23 ફેબ્રુઆરીએ મહત્વની બેઠક

આગામી 23 ફેબ્રુઆરીથી બંને દેશોના અધિકારીઓ કાનૂની ડ્રાફ્ટ તૈયાર કરવા માટે બેઠક કરશે. આ ડીલથી ભારતના કાપડ, ચામડા અને જેમ્સ-જ્વેલરી સેક્ટરને મોટો આર્થિક ફાયદો થવાની આશા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ભલે સુપ્રીમ કોર્ટ સાથે કાયદાકીય લડાઈ ચાલે, પરંતુ ભારત સાથેના સંબંધો અને વેપાર કરારો પૂર્વવત રહેશે.

આ પણ વાંચો :વ્યૂહાત્મક ભાગીદારીનો નવો અધ્યાય: બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 260 કંપનીઓના પ્રતિનિધિમંડળ સાથે ભારત આવશે