અમેરિકાના સંરક્ષણ સચિવ ભારતની મુલાકાતે

0
220

અમેરિકાના સંરક્ષણ સચિવ ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. રક્ષા મંત્રી રાજનાથસિંહે તેમનું સ્વાગત કર્યું હતું. અને દિલ્હીના સાઉથ બ્લોક ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીન સાથે બંને દેશોના રક્ષા મંત્રાલય સંબધિત દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી . બંને દેશોના મહત્વના કરારો પર વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ચર્ચા થઇ હતી.

અહી ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં અમેરિકાના પ્રવાસે છે તે અગાઉ આ બેઠક મહત્વની માનવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકાએ ભારતને નાટો દેશના સમુહમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું છે . જો ભારત આ આમંત્રણ સ્વીકારેછે તો નાટો દેશ એકબીજાને સુરક્ષા સંબધિત મદદ કરતા હોય તેમ અમેરિકા પણ ભારતની પડખે ઉભું રહી શકે છે . પરંતુ ભારતના રશિયા સાથે પણ ગાઢ સંબંધો વર્ષો થી છે તે જોતા ભારત શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું. અમેરિકાની નાટો દેશો સાથે જોડાવવાની ઓફરથી ચીન અકળાયું છે .

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ