US Cuts Work Permit :અમેરિકામાં વસતા હજારો ભારતીયો માટે એક મોટો આઘાતજનક નિર્ણય સામે આવ્યો છે. ટ્રમ્પ પ્રશાસને એક નવો કડક નિયમ લાગુ કર્યો છે, જેના કારણે વર્ક પરમિટ (Employment Authorization Document – EAD)ની અવધિ પાંચ વર્ષથી ઘટાડીને હવે માત્ર 18 મહિના કરવામાં આવી છે. આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ થયો છે અને નવા તથા પેન્ડિંગ બંને પ્રકારના કેસોમાં લાગુ પડશે.

US Cuts Work Permit : હજારો ભારતીયોને સીધી અસર
અમેરિકામાં એવા હજારો ભારતીયો છે જે લાંબા સમયથી ગ્રીન કાર્ડ માટે રાહ જોતા હોય છે. તેઓ માટે લાંબી અવધિનો વર્ક પરમિટ ખૂબ જરૂરી છે, કારણ કે EAD સમાપ્ત થાય તો તેઓ કાયદેસર રીતે કામ કરી શકતા નથી. હવે 18 મહિનાની નવી મર્યાદાથી આ કામદારો પર મોટો બોજો પડશે.
US Cuts Work Permit : બાઈડેન સરકારનો નિર્ણય બદલી નાખ્યો
2023માં બાઈડેન પ્રશાસને EADની અવધિ ૨ વર્ષથી વધારીને ૫ વર્ષ કરી હતી જેથી USCIS પરનો બોજ ઘટે અને પ્રવાસીઓને રાહત મળે.
પરંતુ ટ્રમ્પ પ્રશાસને આવતાં જ આ નિર્ણયને રદ કરી દીધો અને તેને સુરક્ષાથી જોડ્યું.

US Cuts Work Permit : ટ્રમ્પ પ્રશાસનનો દાવો: “સુરક્ષા તપાસ માટે જરૂરી”
USCISના ડિરેક્ટર જોસેફ એડલોએ જણાવ્યું:
“વિદેશીઓની વારંવાર તપાસ ખૂબ જરૂરી છે. લાંબી અવધિના કારણે સંભવિત જોખમો સમયસર પકડાતા નથી.”
તેમણે તાજેતરમાં નેશનલ ગાર્ડના જવાન પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અગાઉની સરકારે એવા વિદેશીને મંજૂરી આપી જેણે હુમલો કર્યો — તેથી સુરક્ષા પ્રક્રિયા વધુ કડક બનવી જોઈએ.
US Cuts Work Permit : કયા લોકો સૌથી વધુ પ્રભાવિત થશે?
નવા નિયમ હેઠળ નીચેના બધા અરજદારોને હવે પાંચ વર્ષની જગ્યાએ 18 મહિના માટે જ વર્ક પરમિટ મળશે:
- ગ્રીન કાર્ડના અરજદારો
- H-1B કર્મચારીઓ અને તેમના જીવનસાથી
- શરણાર્થીઓ (Refugees)
- પેન્ડિંગ Asylum Applicants
આ બધાં માટે નિયમ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.
કેટલાકને માત્ર 1 વર્ષનો જ વર્ક પરમિટ

‘One Big Beautiful Bill Act (HR1)‘ અંતર્ગત આવતા કેટેગરીમાં:
- TPS ધારકો
- ઉદ્યોગસાહસિક પેરોલીઝના જીવનસાથી
માટે વર્ક પરમિટની અવધિ માત્ર 1 વર્ષ રહેશે.
આ નિયમ 22 જુલાઈ 2026થી લાગુ થશે.
નિષ્ણાતોની ચિંતા: “EAD રિન્યુ થવામાં જ મહિનાઓ લાગી જાય છે”
ઇમિગ્રેશન નિષ્ણાતો કહે છે કે:
- સામાન્ય રીતે EAD રિન્યુ થવામાં 5-8 મહિના લાગી જાય છે
- હવે ટૂંકી અવધિના કારણે ઘણા પ્રવાસીઓની પરમિટ રિન્યુ થાય તે પહેલાં જ સમાપ્ત થઈ જશે
- જેના કારણે તેમની નોકરી ખતરામાં મુકાઈ શકે છે
આથી, હજારો ભારતીય પરિવારો માટે આ એક મોટો આર્થિક અને કાનૂની પડકાર બની શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




