UPSC EXAM : આજે ગુજરાતમાં યોજાઈ રહી છે UPSCની પરીક્ષા, પ્રથમ પેપર રહ્યું સરળ, બીજું પેપર બપોરે 2:30 કલાકે યોજાશે    

0
122
UPSC EXAM
UPSC EXAM

UPSC EXAM : આજે 16 જૂન, 2024ના રોજ ગુજરાતભરમાં UPSCની પરીક્ષા યોજાઈ રહી છે. પ્રથમ પેપર સવારે 9:30થી 11:30 અને બીજું પેપર બપોરે 2:30થી 4:30 સુધી એમ બે તબક્કામાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી અંદાજે 30 હજાર જેટલા ઉમેદવારો જાહેર વહીવટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તૈયારી સાથે પરીક્ષા આપવા પહોંચ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતમાં રહીને આ પરીક્ષા આપી રહ્યા છે, પરંતુ પડોશી રાજ્ય જેમ કે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઉમેદવારો પણ યુપીએસસી પરીક્ષા માટે ગુજરાત અને અમદાવાદનાં પરીક્ષા કેન્દ્ર પસંદ કરી રહ્યા છે.

UPSC EXAM

UPSC EXAM :  અમદાવાદમાં 20 જેટલાં કેન્દ્રોમાં 7 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. તો રાજકોટનાં 12 પરીક્ષા કેન્દ્રમાં 3,024 ઉમેદવારોની પરીક્ષા ચાલી રહી છે. હાલમાં પ્રિલીમનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે. વિદ્યાર્થીઓને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું પેપર સહેલું લાગ્યું છે. હવે બપોરે 2:30 વાગ્યે બીજું પેપર શરૂ થશે.

UPSC EXAM :  અમદાવાદનાં 20 જેટલાં કેન્દ્રમાં પરીક્ષા

UPSC EXAM


અમદાવાદમાં 20 જેટલાં કેન્દ્રોમાં 7 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પહેલું પેપર સવારે 9:30 કલાકથી 11:30 કલાક સુધી લેવામાં આવશે, જ્યારે બીજું પેપર બપોરે 2:30થી બપોરે 4.30 સુધી લેવાશે. પ્રથમ તબક્કામાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં સફળતા મેળવનાર ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવાની તક મળતી હોય છે. મુખ્ય પરીક્ષામાં સફળતા મેળવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. જે બાદ ઉમેદવારોની પસંદગી પ્રમાણે IAS, IPS, IRS કે IFS ક્ષેત્રમાં તાલીમ મેળવવાની હોય છે.

UPSC EXAM : પ્રથમ પેપર રહ્યું થોડું સહેલું


UPSC પ્રિલિમનું પ્રથમ પેપર 11:30 વાગ્યે પૂર્ણ થયું છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપી બહાર આવ્યા છે. પેપર પૂર્ણ કરી બહાર આવેલા વિદ્યાર્થીઓના મોઢા પર કોઈ ખાસ ચિંતા જોવા મળી નહોતી. પ્રિલિમનું પ્રથમ ગત વર્ષ કરતાં પેપર સહેલું લાગ્યું હતું.  

UPSC EXAM

UPSC EXAM :   રાજકોટનાં 12 કેન્દ્રમાં 3,024 ઉમેદવારની પરીક્ષા


રાજકોટમાં આજે યુપીએસસીની પરીક્ષા 12 કેન્દ્ર ઉપરથી યોજાય રહી છે. જેમાં 3,024 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ 12 પરીક્ષા કેન્દ્રોમાં કણસાગરા કોલેજ, સદગુરુ મહિલા કોલેજ, આઈ પી મિશન કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, જસાણી કોલેજ, વીરબાઈ મહિલા કોલેજ, કલ્યાણ હાઇસ્કૂલ યુનિટ નંબર 1 અને 2, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુનિટ- 1 અને 2, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ અને તપસ્વી સ્કૂલ સામેલ છે. પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

UPSC EXAM :   પરીક્ષાને લગતી ફરિયાદ માટે કંટ્રોલરૂમ કાર્યરત

UPSC EXAM


પરીક્ષા શરૂ થયાની 30 મિનિટ પહેલાં એટલે કે, સવારે 9:00 વાગ્યે અને બપોરે 2 વાગ્યે પ્રવેશ બંધ કરી દેવાનો નિયમ છે. વિદ્યાર્થીઓને કડક ચેકિંગ બાદ જ પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી આપવામાં આવી હતી. પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે મોબાઈલ, બ્લુ ટ્રૂથ, આઈટી કે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ/ઈલેક્ટ્રિક ગેજેટ્સ, સ્માર્ટ અથવા ડિજિટલ વોચ, બુક્સ, બેગ્સ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ સાથે પરીક્ષા આપવા જવાની મનાઈ કરવામાં આવી છે. આ પરીક્ષા દરમિયાન રાજકોટ કલેક્ટર કચેરીના જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેના નંબર- 0281 2476891 છે. જેના પર પરીક્ષાને લગતી કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી શકાશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો