UPSC સિવિલ સર્વિસીસ 2022 પરીક્ષાનું પરિણામ જાહેર

0
161

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન 2022 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ઈશિતા કિશોરે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે, જયારે ગરિમા લોહિયાએ બીજો અને ઉમા હાર્થીએ ત્રીજો નંબર હાંસલ કર્યો છે. ટોપ-૨૫માં ૧૪ મહિલાઓ અને ૧૧ પુરુષ પરીક્ષાર્થી સામેલ છે. ગુજરાતમાંથી કુલ ૧૬ પરીક્ષાર્થીઓએ બાજી મારી છે. પરીક્ષાના અંતિમ પરિણામમાં કુલ 933 ઉમેદવારોની નિમણૂંક માટે પસંદગી કરવામાં આવી છે. આમાંથી 345 ઉમેદવારો બિનઅનામત, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ઉમેદવારો ST કેટેગરીના છે. IAS પદ માટે પસંદગી માટે 180 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 178 ઉમેદવારોની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે.