મણિપુર હિંસા મુદ્દે સંસદમાં હંગામો,લોકસભાની કાર્યવાહી સ્થગિત

0
79
Uproar in Parliament over Manipur violence, Lok Sabha proceedings suspended
Uproar in Parliament over Manipur violence, Lok Sabha proceedings suspended

મણિપુર હિંસા મુદ્દે સંસદમાં હંગામો

લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

મણિપુર હિંસા મુદ્દે સંસદમાં હંગામો થયો હતો. સાસંદનું ચોમાસું સત્ર ગુરૂવારથી શરૂ થયો છે.. મણિપુરમાં ચાલી રહેલી હિંસાને કારણે ચોમાસુ સત્ર તોફાની રહેવાની ધારણા છે. હિંસા વચ્ચે, મણિપુરમાંથી એક હેરાન કરનાર વીડિયો સામે આવ્યો છે જેમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી રહી છે અને કથિત રીતે ગેંગરેપ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષે મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.ત્યારે આ અંગે સસંદમાં ભારે હોબાળો થયો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ મણિપુર મુદ્દે હંગામો શરૂ કર્યો હતો. જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ સાથે જ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

મણિપુરથી વાયરલ થયેલા વીડિયો બાદ કેન્દ્ર સરકાર બેકફૂટ પર જોવા મળી રહી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ ઘટના વિશે ટ્વીટ કર્યું અને લખ્યું કે મણિપુરથી સામે આવેલ બે મહિલાઓની જાતીય સતામણીનો ભયાનક વીડિયો નિંદનીય છે. આ અંગે મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે વાત કરી છે, જેમણે જણાવ્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દોષિયોને છોડવામાં નહી આવે- સીએમ મણિપુર

સુપ્રિમની ફટકાર બાદ સરકાર દોડતી થઇ

મણિપુરમા મહિલાઓ સાથે જે રીતે બર્બરતાનો વિડીયો સામે આવ્યો છે,,તેને લઇને સુપ્રિમ કોર્ટના ફટકાર બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જાગી છે ત્યારે મણિપુરના સીએમ એન બીરેન સિહે કહ્યુ છે કે આ ઘટના માનવતાને શર્મશાર કરવા વાળી ઘટના છે, રાજ્ય સરકાર દોષિયો સામે આક્રમક કાર્યવાહી કરશે,,કોઇ પણ જવાબદાર વ્યક્તિને છોડવામાં નહી આવે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ