સંસદના ચોમાસુ સત્રનો ચોથો દિવસ
મણિપુર હિંસા પર સંસદના બંને ગૃહોમાં હાબાળો
રાજ્યસભા અને લોકસભા સ્થગિત
સંસદના બંને ગૃહોમાં હાબાળો થયો હતો.સંસદના ચોમાસુ સત્રના ચોથા દિવસે પણ મણિપુર હિંસા પર બંને ગૃહોમાં હંગામો થયો હતો સરકારના આશ્વાસન છતાં વિપક્ષી ગઠબંધન બંને ગૃહોમાં હંગામો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે ચર્ચા કરવા સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સંસદની કાર્યવાહી સતત ત્રીજા દિવસે ચાલી શકી ન હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે લોકસભામાં કહ્યું કે, હું મણિપુરની સ્થિતિ પર લોકસભામાં ચર્ચા કરવા ઇચ્છુક છું, પરંતુ ખબર નથી કેમ વિપક્ષ ઇચ્છતો નથી.મંગળવારે પણ હોબાળો થતા રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં મણિપુર મુદ્દે ચર્ચાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભા પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
મલ્લિકા અર્જુન ખડગેએ કર્યાં આકરા પ્રહાર
મણિપુર હિંસા અંગે સાધ્યું નિશાન
મણિપુર સળગી રહ્યું છેઃખડગે
વડાપ્રધાન ઈસ્ટ ઈન્ડિયા કંપનીની વાત કરી રહ્યા છેઃખડગે
મલ્લિકા અર્જુન ખડગેએ રાજ્યસભામાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા .રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મણિપુર સળગી રહ્યું છે, ત્યાં બળાત્કાર થઈ રહ્યા છે. આપણે મણિપુરની વાત કરી રહ્યા છીએ અને અહીં વડાપ્રધાન ઈસ્ટ ઈન્ડિયા કંપનીની વાત કરી રહ્યા છે.
મણિપુર હિંસા અંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નિવેદન
મણિપુર સંબંધિત ઘટનાઓ પર ચર્ચા કરવા સરકાર તૈયારઃસ્મૃતિ ઈરાની
મણિપુર હિંસા પર ચર્ચા કરવા અંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નિવેદન આપ્યું છે.સ્મૃતિ ઈરાનીએ તેમના નિવેદનમાં કહ્યું છે કે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો કે તેઓ મણિપુર સંબંધિત ઘટનાઓ પર ચર્ચા કરવા અને જવાબ આપવા માગે છે. આંતરિક સુરક્ષાની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહની છે. દેશના ગૃહમંત્રી પોતે વિપક્ષને આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા વારંવાર વિનંતી કરી રહ્યા છે, એવું શું છે કે વિપક્ષ મણિપુરને રાષ્ટ્ર સમક્ષ આવવા દેવા માગતો નથી?:
વાંચો અહીં પાકિસ્તાનના આર્મી ચીફ વિદેશી લોનની આશા પર ગુસ્સે થયા