ભારતના યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટફેસ નો ઉપયોગ ગ્લોબલી વધતો જઈ રહ્યો છે. ઘણા દેશો તેને અપનાવવામાં રસ બતાવી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોરેશિયસ (Mauritius) અને શ્રીલંકા (Sri Lanka)માં પણ આ સર્વિસને લોન્ચ કરી હતી, તમને જણાવી દઈએ કે UPI નો ઉપયોગ આ પહેલા ફ્રાંસ, નેપાળ,ભૂતાનમાં પણ કરવામાં આવે છે.

UPI : વધુ ૨ દેશોમાં હવે થી ચાલશે UPIથી ટ્રાન્જેક્સન
ભારત ફિનટેક ઈનોવેશન અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ભારતના વડાપ્રધાને લાંબા સમયથી પાર્ટનર દેશો સાથે ફિનટેક ઈનોવેશનની વહેંચણી પર ભાર મૂક્યો છે. આ સુવિધાથી શ્રીલંકા અને મોરેશિયસની મુસાફરી કરતા ભારતીય નાગરિકો તેમજ ભારત પ્રવાસ કરતા મોરેશિયસ નાગરિકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ સાથે RuPay કાર્ડનો ઉપયોગ ભારત અને મોરેશિયસ બંનેમાં શરૂ થશે. આ લોન્ચ સાથે ત્રણેય દેશોના લોકોને ઝડપી અને સીમલેસ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અનુભવનો લાભ મળશે અને દેશો વચ્ચે ડિજિટલ કનેક્ટિવિટી વધશે.

શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ કહ્યું હતું કે ભારત તેની યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ટેક્નોલોજી 12 ફેબ્રુઆરી 2024ના રોજ લોન્ચ કરશે. આ સંબંધમાં બંને દેશો વચ્ચે UPI પેમેન્ટ ગેટવે પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આનાથી તેમના દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.

તમને જણાવી દઈએ કે ભારતે વર્ષ 2016માં UPIને લોન્ચ કર્યો હતો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સંચાલિત આ સર્વિસ દ્વારા પૈસાની લેવડદેવડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ સરળ બનાવ્યું છે. UPI સરળ રીતે સીધા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડે છે. હાલ ફ્રાન્સ, સિંગાપોર, UAE, નેપાળ, ભૂતાનમાં પણ એક્ટિવ છે.
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने