યુપીએને મળશે 300થી વધુ સીટો
લોકસભા ચૂંટણીને લઇને ભુપેશ બધેલનું નિવેદન
દેશમાં 2024ને લઇને તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે, ત્યારે ફરીથી એનડીએ અને યુપીએ રચાશે તેવી પુરે પુરી સંભાવના છે, એનડીએની આગેવાની ભાજપ જ્યારે યુપીએની આગેવાની કોગ્રેસ કરશે, ત્યારે છત્તિસગઢના મુખ્ય મંત્રી ભુપેશ બઘેલે દાવો કર્યો છે કે જે રીતે યુપીએના સાથી પક્ષો એક થયા છે, તેમની મજબુતી વધી છે સાથે ભાજપની કેન્દ્ર સરકાર જે રીતે અલોકતાત્રિક રીતે કામ કરી રહી છે તેનાથી લોકોમાં નારાજગી છે, પરિણામે યુપીએને આ વખતે લોકસભા ચૂંટણીમા 300થી વધુ સીટો મળશે, ત્યારે કેન્દ્રિય મંત્રી અમિત શાહ પણ આવો જ દાવો કરી રહ્યા છે,