માવઠાના કારણે ડાંગરના ઉભા પાકને નુકસાન જવાની ભીતિ
ધોળકા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાના કારણે અહીં ડાંગરના પાકને નુકસાન જવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે ગુજરાતને લઈને આગામી ૫ દિવસ માટે મોટી આગાહી કરી છે, જે મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, માવઠાની સ્થિતિને પગલે સરકાર પાકની પેટર્નમાં પણ ફેરફાર કરવાનું વિચારી રહી છે.