Unseasonal Rain : આજે માત્ર આ શહેરોમાં હળવા વરસાદની આગાહી, ગરમી પણ તોડશે અનેક રેકોર્ડ   

0
100
Unseasonal Rain
Unseasonal Rain

Unseasonal Rain :  રાજ્યમાં ગત ત્રણ દિવસથી મેઘરજાએ બાનમાં લીધું છે, કમોસમી વરસાદથી ગરમીથી આંશિક રાહત તો મળી પરંતુ ખેડૂતોને ભારે નુકશાન થયું છે, જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીનો આજે અંતિમ દિવસ છે, રાજ્યના થોડાક જિલ્લાઓમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.     

Unseasonal Rain :  આ જીલ્લાઓમાં આજે હળવા વરસાદની આગાહી

1 129

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાની આગાહી મુજબ આજે પણ રાજ્યમાં વરસાદનું અનુમાન છે.  ખાસ કરીને રાજ્યના ત્રણ જિલ્લામાં આજે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદ, આણંદ અને ખેડામાં હળવો  વરસાદ વરસી શકે છે.  

Unseasonal Rain : જો કે  રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ વચ્ચે  ગરમીનો પ્રકોપ પણ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના 10 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યુ છે.  બે શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તો ત્રણ શહેરોમાં 42 અને પાંચ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે.

Unseasonal Rain : ગરમીમાં નોંધાશે વધારો

48

ગતરોજ કચ્છ-સૌરાષ્ટ્ર અગનવર્ષામાં શેકાયું હતું. રાજકોટ અને સુરેન્દ્રનગરનમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર થતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો કચ્છ, પોરબંદર અને ભાવનગર બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં  પણ સામાન્ય કરતા બે ડિગ્રી તાપમાન વધ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 39.5  પહોંચ્યું  છે. તો પાટનગર ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી  નોંધાયું છે.

Unseasonal Rain : આ તારીખથી રાજ્યમાં બેસશે ચોમાસું

49

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે ગત મોડી રાત્રે ગુજરાતમાં અને દેશમાં ચોમાસાના બેસવાની તારીખની જાહેરાત કરી દીધી છે, જે અંતર્ગત કેરલમાં 28 મેં થી ૩ જુન વચ્ચે ચોમાસું બેસવાની જાહેરાત કરી દેવામાં આવી છે, જયારે ગુજરાતમાં 16 જુન થી 30 જુનની વચ્ચે ચોમાસું બેસવાની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો