Unseasonal Rain Lashes Gir: ગીરમાં ઉનાળે અષાઢી માહોલ, કેસર કેરીના પાક પર મોટું જોખમ

0
82
Unseasonal Rain Lashes Gir
Unseasonal Rain Lashes Gir

Unseasonal Rain Lashes Gir:રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. ખાસ કરીને ગીર પંથકમાં વીજળીના કડાકા અને તોફાની પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે. ગીર ગઢડા, ઉના અને તાલાલામાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

Unseasonal Rain Lashes Gir

Unseasonal Rain Lashes Gir: ગીર પંથકમાં નદીઓ ઉફાન પર, જનજીવન પ્રભાવિત

ગીર ગઢડા તાલુકાના એભલવડ ગામે આભ ફાટ્યું હોય તેમ વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે શાગાવાડા નદી બંને કાંઠે વહેતી થઈ છે. હરમડીયા ગામને જોડતો બેઠા કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. અનેક લોકો જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. અંકોલાળી ગામમાં તો વીજળીના કડાકા સાથે કરા પણ પડ્યા હતા.

Unseasonal Rain Lashes Gir: કેસર કેરીના ગઢમાં મુસીબત

તાલાલા અને ગીર પંથકના આંબાવાડિયું ધરાવતા ખેડૂતો માટે આ માવઠું ‘આફત’ બનીને આવ્યું છે. તૈયાર થવા આવેલી કેસર કેરી પર રોગચાળો ફાટવાની અને ફળ ખરી પડવાની ભીતિ સેવાઈ રહી છે. ધોધમાર વરસાદને કારણે આંબાવાડિયુંમાં પાણી ભરાઈ ગયા છે, જે ખેડૂતો માટે આર્થિક ફટકા સમાન છે.

Unseasonal Rain Lashes Gir

Unseasonal Rain Lashes Gir: સુરતમાં મિની વાવાઝોડું‘: લગ્નના સેટ ધરાશાયી

સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. સુરતના ડુમસ વિસ્તારમાં ફૂંકાયેલા તોફાની પવનને કારણે અંદાજે 7 જેટલા પાર્ટી પ્લોટમાં ઊભા કરવામાં આવેલા કરોડો રૂપિયાના ભવ્ય સેટ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા છે. શહેરમાં 80થી વધુ વૃક્ષો પડતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

વીજળી અને ખેતીને વ્યાપક નુકસાન

  • વીજ પુરવઠો: સૌરાષ્ટ્ર-કચ્છના 2645 ગામોમાં વીજળી ગુલ થઈ હતી, જેમાંથી PGVCL દ્વારા 2398 ગામોમાં પુરવઠો પૂર્વવત કરાયો છે.
  • ખેતી: ઘઉં, જીરું અને પશુઓ માટેના ઘાસચારાના પાકને ભારે નુકસાન થયું છે.
  • ઉત્તર ગુજરાત: સાબરકાંઠાના હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા સહિતના 5 તાલુકાઓમાં પણ હળવો વરસાદ નોંધાયો છે.
Unseasonal Rain Lashes Gir

Unseasonal Rain Lashes Gir: હવામાન વિભાગની આગામી 24 કલાકની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હજુ 24 કલાક વરસાદી માહોલ રહેશે.

  • આજે ક્યાં વરસાદ? સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર.
  • આગામી દિવસો: 24 કલાક બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે અને ફરી કાળઝાળ ગરમીની શરૂઆત થશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું હવે વધુ મોંઘું, પ્લેટફોર્મ ફીમાં 19%નો તોતિંગ વધારો