Unseasonal Rain Alert: ગુજરાતમાં આ વર્ષે ઉનાળો આકરો રહેવાને બદલે કમોસમી વરસાદનો માર વધુ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 7 એપ્રિલના રોજ રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ચાલુ સિઝનનું આ ચોથું માવઠું હશે, જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

Unseasonal Rain Alert: કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના?
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદની અસર નીચે મુજબના જિલ્લાઓમાં જોવા મળી શકે છે:
- સૌરાષ્ટ્ર-કચ્છ: કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને દ્વારકા.
- ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી.
- મધ્ય અને દક્ષિણ ગુજરાત: મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા.

Unseasonal Rain Alert: 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, માછીમારોને ચેતવણી
અત્યારે એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. વરસાદની સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની પણ શક્યતા છે. દરિયામાં કરંટ જોવા મળી શકે તેમ હોવાથી આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
Unseasonal Rain Alert: તાપમાનનો પારો ગગડ્યો
વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં આંશિક રાહત મળી છે.
- રાજકોટ: 36.3 ડિગ્રી (સૌથી વધુ તાપમાન)
- અમદાવાદ: 36 ડિગ્રી (વાદળછાયું વાતાવરણ)
- ગાંધીનગર: 34.5 ડિગ્રી
હવામાન વિભાગ મુજબ, આગામી 24 કલાકમાં વાદળછાયા વાતાવરણને કારણે મહત્તમ તાપમાનમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે. પરંતુ આ કમોસમી વરસાદ ખેતીના પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, જેને લઈને ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
અમદાવાદમાં ફૂડ પોઈઝનિંગનો કહેર ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના મોત, માતા-પિતા વેન્ટિલેટર પર



