ટેસ્લાના CEO ઈલોન મસ્ક ભારતના સપોર્ટમાં, કહ્યું : કેટલાક શક્તિશાળી દેશો છે, જેઓ UNSCમાં ભારતને કાયમી સભ્યપદ મળે તેવું ઈચ્છતા નથી  

0
144
UNSC
UNSC

UNSC : ટેસ્લાના CEO ઈલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનું કાયમી સભ્યપદ નહી હોવાની વાતને વાહિયાત ગણાવી છે કે. મસ્કે કહ્યું કે કેટલાક દેશો વધુ શક્તિશાળી છે, જેઓ UNSCમાં ભારતને કાયમી સભ્યપદ મળે તેવું ઈચ્છતા નથી.

UNSC

મસ્કે યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસનું ટ્વીટ શેર કરીને આ વાત લખી છે. ખરેખરમાં, ગુટેરેસે કહ્યું હતું કે આફ્રિકાનું નેતૃત્વ કરવા માટે UNSCમાં કોઈ પણ નથી. વૈશ્વિક સંસ્થાઓએ સમય સાથે બદલાવ લાવવો જોઈએ. 80 વર્ષ પહેલાની દુનિયાની જેમ ન ચાલે.

UNSC

 હાલમાં જ યુએસ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે UNSCમાં આફ્રિકન દેશોના પ્રતિનિધિત્વ પર ખેદ વ્યક્ત કર્યો. આના પર પ્રતિક્રિયા આપતા ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કએ કહ્યું કે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના કાયમી સભ્ય ન હોવું તે તદ્દન વાહિયાત વાત છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે આફ્રિકાને સંયુક્ત રીતે UNSCમાં IMO માટે કાયમી બેઠક પણ મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતના કાયમી સભ્યપદ વિશે વાત કરતા કહ્યું હતું કે કે દુનિયા આસાનીથી કોઈપણ વસ્તુઓ આપતી નથી, ક્યારેક તેને લેવી પણ પડે છે. 

UNSC

UNSC શું છે?

સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાનું કામ કરે છે. આમાં 15 સભ્યો હોય છે, જેમાં પાંચ કાયમી અને 10 અસ્થાયી સભ્યોનો સમાવેશ થાય છે. કાયમી સભ્યોમાં યુએસ, યુકે, ચીન, ફ્રાન્સ અને રશિયાનો સમાવેશ થાય છે, જેમની પાસે વીટો પાવર છે. ઉપરાંત, સામાન્ય સભાના 10 બિન-સ્થાયી સભ્યો બે વર્ષની મુદત માટે ચૂંટાય છે.

તમે આ પણ વાંચી શકો છો

ભારત બન્યું વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું સ્ટોક માર્કેટ, હોંગકોંગને પછાળી ભારત નીકળ્યું આગળ, હવે માત્ર US, ચીન અને જાપાન જ આગળ