કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવની જનતાને અપીલ

0
175

સ્પેમ કોલ્સ અને સાયબર છેતરપિંડીના શિકારથી બચવા અપીલ

અજાણ્યા નંબર પરથી આવતા કોલ રીસીવ ન કરો : અશ્વિની વૈષ્ણવ

સાયબર ફ્રોડને રોકવા સંચાર સાથી પોર્ટલ બનાવાયું : અશ્વિની વૈષ્ણવ

ભારતમાં ઓનલાઈન છેતરપીંડીના કેસમાં વધારો જોવા મળી થઇ રહ્યો છે. જેના પગલે કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જનતાને અપીલ કરતા કહ્યું છે કે, “સરકારે સ્પેમ કોલ્સ અને સાયબર છેતરપિંડીને રોકવા માટે સંચાર સાથી પોર્ટલ શરૂ કર્યું છે. જેથી તમારા ઓળખીતા હોય તેવા નંબરો પરથી આવતા કોલનો જવાબ આપે. જો અજાણ્યા નંબર પરથી કોઈ કોલ આવે છે તો તેને રીસીવ ન કરો. મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પગલાને કારણે સ્પેમ કોલ અને સાયબર છેતરપિંડીના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 40 લાખથી વધારે ખોટા સિમ અને 41000 ખોટા ‘પોઈન્ટ ઓફ સેલ’ એજન્ટ્સને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.” આપની જાણકારી ખાતર જણાવવાનું કે, સંચાર સાથી એક AI આધારિત પોર્ટલ છે, જે ઓનલાઈન છેતરપીંડીને રોકવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. ખોવાયેલો ફોન અથવા ચોરી થયેલા ફોનથી સંબંધિત પોર્ટલમાં વ્યક્તિગત ડેટાની સુરક્ષા કરવા માટે લોકોને પોતાના ફોન કનેક્શન પર નિયંત્રણ રાખવા માટે સક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેટલીક સુવિધા આપવામાં આવી છે. સંચાર સાથી પોર્ટલ પર ખોવાયેલા ફોનને પણ ટ્રેક કરી શકાય છે. આ સાથે ફોનને બ્લોક પણ કરી શકાય છે.