૩૮ ટકા કામ પૂર્ણ, જમ્મૂ-કાશ્મીરના પર્યટનમાં ૨થી ૩ ગણો વધારો થશે : ગડકરી
આધુનિક ટેકનોલોજીની મદદથી રૂ. ૫૦૦૦ કરોડ બચ્યા : ગડકરી
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી અને જમ્મૂ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજસિંહાએ જમ્મૂ-કાશ્મીરમાં નિર્માણાધીન ઝોજિલા ટનલનું નિરીક્ષણ કર્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું છે કે, “આ ટનલના નિર્માણથી જમ્મૂ-કાશ્મીરમાં પર્યટનમાં 2થી 3 ગણો વધારો થશે અને રોજગારીની તકો પણ વધશે. આ ટનલનું 38 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. એક વર્ષની પ્રેક્ટિસ,પરામર્શ અને સંશોધન પછી, અમે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. શ્રમિકો અહીં -26 ડિગ્રી સેલ્સિયસમાં કામ કરતા હતા. તેમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રોજેક્ટમાં અમે જે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, તેનાથી ટનલ બનાવવાના ખર્ચમાં 5000 કરોડનો ઘટાડો થયો છે.”