કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં રજૂ કરશે બિલ

0
99
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં રજૂ કરશે બિલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં રજૂ કરશે બિલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં રજૂ કરશે બિલ

રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ રજૂ કરવામાં આવશે

7 ઓગસ્ટે બિલ રજૂ કરવામાં આવશે

લોકસભમાં બિલને મળી ચુકી છે મંજૂરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે 7 ઓગસ્ટે રાજ્યસભામાં ‘નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ બિલ, 2023’ રજૂ કરશે. અગાઉ 3 ઓગસ્ટના રોજ, રાજધાની દિલ્હીમાં અધિકારીઓની નિમણૂક અને બદલીમાં લેફ્ટનન્ટ ગવર્નરના નિર્ણયને અંતિમ ગણીને લોકસભા દ્વારા નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી સરકાર સુધારો બિલ પસાર કરવામાં આવ્યું હતું. બિલ પર સાડા ચાર કલાક ચાલેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રીએ વિપક્ષના વલણ પર સવાલો ઉઠાવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે  કહ્યું કે વિપક્ષને દેશના હિતની, દિલ્હીના હિતની ચિંતા નથી, પરંતુ ગઠબંધનને બચાવવાની ચિંતા છે. તેમણે પૂછ્યું હતું કે વિપક્ષને આજે મણિપુર હિંસા કેમ યાદ નથી? વિપક્ષ આજે વડાપ્રધાનને ગૃહમાં બોલાવવાની માંગ કેમ નથી કરી રહ્યો? આ પહેલા પણ જ્યારે નવ બિલ પસાર થયા હતા ત્યારે વિપક્ષે ચર્ચામાં કેમ ભાગ લીધો ન હતો?

રાજ્યસભામાં પણ પાસ થવાની અપેક્ષા છે

સરકાર સોમવારે રાજ્યસભામાં બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે. પક્ષો બીજેડી, ટીડીપી, વાયએસઆરસીપી, જેમણે વિપક્ષી એકતાના અભિયાનથી પોતાને દૂર રાખ્યા છે, તેઓએ ઉપલા ગૃહમાં બિલને સમર્થન જાહેર કર્યું છે. આ સિવાય બસપાએ રાજ્યસભામાં મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોના સમર્થન બાદ ઉપલા ગૃહમાં પણ બિલ પસાર કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

બિલમાં શું છે?

આ બિલમાં ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી એક્ટમાં સુધારો કરીને અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફર અંગે નિર્ણય લેવા માટે સત્તા બનાવવાની જોગવાઈ છે. આ સત્તામાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, આ મામલે નિર્ણય લેવાની અંતિમ સત્તા લેફ્ટનન્ટ ગવર્નરને આપવામાં આવી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ