કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલ્યું
નામ બદલવાને લઈને હોબાળો
જયરામ રમેશે મોદી સરકાર પર કર્યા પ્રહાર
કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલીને વડાપ્રધાન સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય રાખ્યું છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસે નેહરુ મેમોરિયલના નામ બદલવાને લઈને હોબાળો શરૂ કરી દીધો છે. કોંગ્રેસ મહાસચિવ અને પાર્ટીના કોમ્યુનિકેશન હેડ જયરામ રમેશે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીના નામ બદલવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ સાથે તેમણે મોદી સરકાર પર નેહરુના વારસાને બદનામ કરવાનો અને તેને નષ્ટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલ્યું
ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદનું નિવેદન
કોંગ્રેસને માત્ર તેમના પરિવારની જ ચિંતાઃરવિશંકર પ્રસાદ
કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલીને વડાપ્રધાન સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય રાખ્યું છે. જયરામ રમેશના આ આરોપો બાદ બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે નિવેદન આપ્યું છે.કોંગ્રેસ પર નિશાન સાધતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસને માત્ર નેહરુ અને તેમના પરિવારની જ ચિંતા કરે છે. જયરામ રમેશના નિવેદન પર તેમણે કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટી, જયરામ રમેશ અને પીએમ મોદીની વિચારસરણીમાં મોટો તફાવત છે. તેમના (કોંગ્રેસ) માટે માત્ર નેહરુ અને તેમનો પરિવાર મહત્વનો છે.તેમણે કહ્યું કે પીએમ મોદીએ દેશના તમામ વડાપ્રધાનોને મ્યુઝિયમમાં સન્માનજનક સ્થાન આપ્યું છે. બીજેપી સાંસદે સવાલ પૂછ્યો કે લાલ બહાદુર શાસ્ત્રીને મ્યુઝિયમમાં સ્થાન કેમ નથી મળ્યું? તેમણે એમ પણ કહ્યું કે ન તો ઈન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીને ત્યાં સ્થાન આપવામાં આવ્યું હતું. મોરારજી દેસાઈ, અટલ બિહારી બાજપાઈ, આઈકે ગુજરાલ અને એચડી દેવગૌડાને પણ ત્યાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે પીએમએ તમામ વડાપ્રધાનોને મ્યુઝિયમમાં સન્માનજનક સ્થાન આપ્યું છે અને જ્યારે તમામ વડાપ્રધાનોને અહીં રાખવામાં આવી રહ્યા છે ત્યારે તેનું નામ પ્રધાનમંત્રી સ્મૃતિ પુસ્તકાલય રાખવું જોઈએ.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ




