લેટિન અમેરિકા સાથેના વેપારને લઇ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન

    0
    153

    ભારત અને લેટિન અમેરિકા વચ્ચેનો વેપાર 50 અબજ ડોલરને પાર જશે : જયશંકર

    કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, “ભારત અને લેટિન અમેરિકા વચ્ચેનો વેપાર 50 અબજ ડોલર સુધી પહોંચવાનો છે, જેને ભારત વધુ આગળ લઇ જવા માંગે છે. ભારતીય કંપનીઝ લેટીન અમેરિકામાં ઉર્જા, ખાણકામ, કૃષિ અને વાહનો જેવા ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ કરી રહી છે. ભારતમાં દવા અને આરોગ્ય બનાવવાની પરંપરાગત પદ્ધતિઓ પણ છે, જેનો વ્યાવસાયિક ઉપયોગ કરી શકાય છે. ભારતે ડિજિટલ સેક્ટરમાં અભૂતપૂર્વ પ્રગતિ જોઈ છે. આજે ભારત ઈનોવેશન અને સ્ટાર્ટઅપનું હબ બન્યું છે. જો સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન કે સ્પેસ સંબંધિત કામમાં રસ હોય તો ભારતીય બિઝનેસમેનનો સંપર્ક કરવો ફાયદાકારક રહેશે.”