Unclaimed Deposit : લો બોલો.. બેંકોમાં કરોડો રૂપિયાનો કોઈ માલિક જ નથી !!

0
475
Unclaimed Deposit
Unclaimed Deposit

Unclaimed Deposit :  તમે બેંકમાં રૂપિયા જમા કરાવો છો. અને જરૂરિયાત પ્રમાણે ઉપાડી પણ લો છો. આ સંપૂર્ણ વ્યવહારથી બેંકનું તંત્ર ચાલતું હોય છે. પરંતુ તમને ખબર છે ભારતીય બેંકોમાં 42,272 કરોડ રૂપિયાનો કોઈ દાવેદાર જ નથી. માર્ચ 2023ના આંકડા પ્રમાણે  42,272 કરોડ રૂપિયાની બેંક Unclaimed Deposit છે એટલે કે કોઈએ આ ડિપૉઝિટ પર દાવો જ નથી કર્યો.

Unclaimed Deposit

માર્ચ 2023 સુધીમાં બૅન્કોમાં દાવા વગરની થાપણો (Unclaimed Deposit) માં વાર્ષિક 28 ટકાનો વધારો થઈને રૂ. 42,272 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022માં જાહેર અને ખાનગી ક્ષેત્રની બૅન્કોમાં 32,934 કરોડની દાવા વગરની થાપણો હતી જે  માર્ચ, 2023ના અંતે આ રકમ 28 ટકા વધીને 42,272 કરોડ રૂપિયા થઈ છે.

Unclaimed Deposit ૨

Unclaimed Deposit :  આ પૈસાનું RBI પછી શું કરશે ?

માર્ચ  2023ના અંતે જાહેર ક્ષેત્રની બૅન્કોમાં રૂ. 36,185 કરોડ જેટલી આવી થાપણો હતી જ્યારે રૂ. 6,087 કરોડ ખાનગી ક્ષેત્રની બૅન્કોમાં હતી. બૅન્કો તેમના ખાતાંમાં 10 કે તેથી વધુ વર્ષથી પડેલી ખાતેદારોની દાવા વગરની થાપણો રીઝર્વ બૅન્કના ડિપૉઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં મોકલતી હોવાની માહિતી નાણા રાજ્ય મંત્રી કરડે રાજ્યસભામાં લેખિત ઉત્તરમાં આપી હતી.

Unclaimed Deposit ૩

બૅન્કોમાં રોકડની અછત 2 લાખ કરોડથી વધી ગઈ
 બૅન્કોમાં તરલતા એટલે કે રોકડની અછત 2 લાખ કરોડ રૂપિયાથી વધી ગઈ છે. અછતને પગલે રીઝર્વ બૅન્કે સોમવારે બૅન્કિંગ સિસ્ટમમાં 2.01 લાખ કરોડ રૂપિયા નાખ્યા હતા. જે વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. બૅન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ઍડ્વાન્સ ટેક્સ ચુકવવા માટે બૅન્કોમાંથી રોકડ ઉપાડતાં તરલતા ઘટી હતી.

તમે આ પણ વાંચી શકો છો

કોવિડ 19 JN1 : કેટલો ખતરનાખ છે આ કોરોનાનો નવો વેરીયન્ટ ? જાણીલો આના લક્ષણો