HomeDeshMount Abu  જવાનો પ્લાન છે ? પહેલા જાણીલો ત્યાં કેવું છે વાતાવરણ...

Mount Abu  જવાનો પ્લાન છે ? પહેલા જાણીલો ત્યાં કેવું છે વાતાવરણ ?   

Mount Abu  : શિયાળો તેના પરવાના પર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, રાજ્યમાં હવે હાડ થીજવતી ઠંડી પડવાની શરૂઆત થઇ ગઈ છે.ત્યારે ગુજરાતીઓનું ફેવરીટ પ્લેસ Mount Abu  પણ કાશ્મીર જેવું હિલ સ્ટેશન બની ગયું છે, તમે અત્યારે મોઉંન્ટ આબુ જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો પહેલા આ સમાચાર વાંચી લો પછી પ્લાન બનાવજો…    

abu 1 weather 1

Mount Abu  : ડિસેમ્બરનો મહિનો ઝડપથી પસાર થઈ રહ્યો છે. ગુજરાતના પાડોશી રાજ્યમાં આવેલું અને ગુજરાતીઓને અતિ ફેવરિટ એવું માઉન્ટ આબુ ઠંડુગાર બની રહ્યું છે. ઉત્તર ભારતથી આવતા ગાત્રો થીજવતા પવનોએ રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશનને થીજવી દીધુ છે. માઉન્ટ આબુમાં છેલ્લા ત્રણ દિવસમાં માઈનસ વન ડિગ્રી તાપમાન નોંધાયુ છે. 15 દિવસથી મોટા ભાગે સવારે બરફ જામેલો જોવા મળે છે. પ્રવાસીઓ કડકડતી ઠંડીથી બચવા માટે તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાઓ પર સવાર અને સાંજે ધૂમ્મસ છવાયેલું જોવા મળે છે. વાહન ચાલકોને ગાડી ચલાવતી વખતે વિઝિબિલિટીમાં મુશ્કેલી આવી રહી છે. 

 Mount Abu  માં મેદાની વિસ્તારોમાં ઊગેલા ઘાસ, ઝાડપાન અને વાહનોના કાચ પર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. આમ છતા ઠંડીની મજા માણવા માટે પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. જે ગરમ કપડાંમા લપેટાઈને ફરતા જોવા મળે છે અને ઠંડીની મજા માણી રહ્યા છે. 

abu 1

Mount Abu  ગતવર્ષ કરતા પણ આ વખતે વધુ ઠંડી

Mount Abu માં આ સીઝનની ઠંડી ગત ડિસેમ્બરની સરખામણીએ બમણા કરતા વધુ છે. જ્યારે આ વખતે ગત વર્ષથી 10 દિવસ વિલંબથી માઉન્ટ આબુમાં બરફ જામવાનો શરૂ થયો છે. ડીસેમ્બર 2022માં તાપમાન મહત્તમ 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું  પરંતુ  આ વખતે ડિસેમ્બર 2023માં  માઉન્ટ આબુનું તાપમાન માઈનસ 1 ડિગ્રી જોવા મળ્યું છે . જ્યારે આ વર્ષે પૂરા સાત દિવસમાં પારો એકવાર પણ 2 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ શક્યો નહીં અને ત્રણ વખત તો માઈનસ તાપમાન જોવા મળ્યું. 

mount abu 1 wether 1

હવામાન નિષ્ણાંતના જણાવ્યાં મુજબ 24થી 48 કલાક સુધી હજુ હવામાનમાં આ પ્રકારે જ ઠંડી જોવા મળશે. 25 ડિસેમ્બર બાદ હવામાનમાં ફેરફાર આવશે અને ઠંડીમાં હજુ વધારો થશે. તેમણે જણાવ્યું કે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા બાદ હવે ઠંડા પવન સીધા મેદાની રાજ્યોમાં ફૂંકાવાના શરૂ થયા છે. તેનાથી Mount Abu  અને સિરોહી સહિત સમગ્ર રાજસ્થાનમાં તાપમાન ઘટ્યું છે.   

માઉન્ટ આબુમાં આ વર્ષે શિયાળામાં પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં પણ પારો 2 ડિગ્રીથી ઉપર વધી શક્યો નથી. ગત વર્ષ 2022માં તો પારો 12 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. તે પહેલા પણ વર્ષ 2021માં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પારો 6 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જો કે આ વર્ષે ત્રીજા સપ્તાહમાં પારો માઈનસ 3 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. 

તમે આ પણ વાંચી શકો છો
 

Gujarat Weather :  ગુજરાતમાં આ શું થવા બેઠું છે ? વધુ એક માવઠાની આગાહી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments