પરશુરામ જયંતિની ઉજવણી કરાઇ,કલોલમાં શોભા યાત્રા નીકળી

    0
    61

    ભગવાન વિષ્ણુનાં નવ અવતારમાં એક ગણાતા ભગવાન પરશુરામ જન્મજયંતિ નમિત્તે  કલોલમાં શોભા યાત્રા નીકળી હતી.શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.કલોલ શહેર ભાજપ દ્વારા વિવેકાનંદ ચોકમાં શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી પુજાજી ઠાકોર,દિલિપ નાથાલાલ જોષી, શહેર પ્રમુખ જે કે પટેલ મહામંત્રી નરેશભાઈ પ્રજાપતિ, નવીનભાઈ પટેલ,તેમજ અન્ય ભાજપ કાર્યકર્તા ઓ દ્વારા  શોભા યાત્રાનું સ્વાગત કરાયું.શોભાયાત્રામાં જોડાયેલા મહંતોમાં કપિલેશ્વર મહાદેવ ના મહંત પૂર્ણ આનંદ, સત્યનારાયણ મંદિરના મહંત રામમનોહર દાસજી, તેમજ અન્ય મહંતો જોડાયા હતા.વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રા ફરી હતી