એશિયા કપ 2023 મિમિક્રીથી લઈને વિવાદ સુધીની યાદગાર પળો 

2
142

એશિયા કપ 2023 પૂર્ણ થયો છે, તેમ છતાં ક્રિકેટ રસિયાઓના મનમાંથી એશિયા કપ 2023 ની કેટલીય એવી પળો છે જે વર્ષો સુધી તેમના મનમાં છાયેલી રેહશે. વિરાટ કોહલીની મીમેક્રી સ્ટાઇલથી લઈને બુમરાહને પાકિસ્તાની ક્રિકેટરે આપેલી ભેટ જેવી અનેક રોમાંચક અને યાદગાર પળો માટે એશિયા કપ 2023 માં યાદ રેહશે. આમાંથી સૌથી વધુ યાદગાર રેહતી પળો વિશે આપણે જાણીએ, આમાંથી તમારા મન પર પણ એશિયા કપ 2023 ની ખાસ પળ પણ હોઈ શકે છે.

હારીશ રૌફ અને વિરાટ કોહાલીનું ગળે મળવું

આ ગળે મળવું એટલા માટે ખાસ હતું કેમ કે દરેક ક્રિકેટ ચાહકને હજુ પણ વિરાટ કોહલીએ હારીશ રૌફના બોલ પર મારેલો છક્કો યાદ આવી ગયો હશે. કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમત પહેલા, મેદાન પર જાદુની એક ક્ષણ બની જ્યારે વિરાટ કોહલી સ્ટેડિયમમાં તેમના પ્રેક્ટિસ સેશન દરમિયાન પાકિસ્તાની ઝડપી બોલર હરિસ રઉફ સાથે મળ્યા.

શાહીન અફ્રીદીએ જસપ્રીત બુમરાહને આપેલ ગીફ્ટ

એશિયા કપ 2023 નો એ વિડીયો સોશિયલ મીડિયા પર છવાય ગયો જયારે પાકિસ્તાનનો ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ભારતીય સ્પીડસ્ટર બોલર જસપ્રિત બુમરાહને તેમના નવા જન્મેલા પુત્ર માટે ભેટ આપી. “ઘણા બધા અભિનંદન.. મારા તરફથી તમારા પુત્ર માટે આ એક નાનકડી ભેટ છે. તે નવો બુમરાહ બને,” જે વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે.

ટ્રોલી સાથે પંખાની મદદથી પીચને સુકાવવી

ભારત વિરુદ્ધ પાકિસ્તાન એશિયા કપ 2023 સુપર 4 મુકાબલો દરમિયાન વરસાદે ફરી એકવાર વિઘ્ન સાબિત થયો ત્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતેના મેદાનને સૂકવવા માટે જે કામચલાઉ પ્રયાસમાં કરવામાં આવ્યો તે આઈડિયા જોઈ દરેક ક્રિકેર ચાહક અને ખુદ ક્રિકેટરના પણ હોશ ઉડી ગયા. વરસાદથી પલળેલી આ પીચને સૂકવવા પંખા લગાવવામાં આવ્યા અને તે પણ એક ટ્રોલીમાં જે જોઇને ગ્રાઉન્ડ પર આ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. આર. અશ્વિન પણ આ જોઇને ટ્વીટ કરવાથી પોતાને રોકી ના શક્યા.  

શ્રીલંકામાં ફકર ઝમાને ગ્રાઉન્ડ સ્ટાફને મદદ કરવી

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપ 2023 સુપર ફોરની ભારત સામેની મેચમાં વરસાદ વિલન બન્યા બાદ પાકિસ્તાનના બેટ્સમેન ફખર ઝમાને ક્રિકેટ જોવા મેદાનમાં હાજર ચાહકોના દિલ જીતી લીધા હતા અને ગ્રાઉન્ડમાં ઓડીયન્સે તાળીઓથી તેમને વધાવી લીધા હતા કારણ કે તેણે ગ્રાઉન્ડ સ્ટાફને ગ્રાઉન્ડ કવર કરવામાં મદદ કરી હતી.

fakar jamal
fakar jamal

રોહિત વિરાટ વચ્ચેની બોન્ડીંગ

સોશિયલ મીડિયામાં અનેકવાર રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેના કલેશના સમાચારમાં જોવા મળે છે આ બધા વચ્ચે એશિયા કપ 2023 મેચમાં એવી ઘણી ક્ષણો જોવા મળી  જે  સોશિયલ મીડિયા પર ચર્ચાના મુદ્દા બની હતી, તે વિરાટ કોહલીએ કેપ્ટન રોહિતને ગળે લગાવ્યો હતો જે ચાહકો દ્વારા પસંદ કરવામાં આવેલી સૌથી યાદગાર પળ રહી. વિડીયોમાં જ્યાં ભારતીય કેપ્ટન સ્લિપમાં કેચ પૂરો કર્યા પછી કોહલી રોહિતને ગળે લગાવવા દોડે છે.

એશિયા કપ 2023 – વિરાટ કોહલીની  શાનદાર-જાનદાર મીમેક્રી

એશિયા કપ 2023ની છેલ્લી લીગ મેચમાં ભારત બાંગ્લાદેશ સામેની મેચમાં યુવા ખેલાડીઓએ તક આપવામાં આવી જયારે સિનીયર ક્રિકેટરને વોટરબોયની જેમ સપોર્ટ સ્ટાફની ભૂમિકાનો આનંદ માણ્યો. વિરાટ કોહલી તેના વોટરબોય અવતારમાં જોવા મળ્યા તે સાથી ખેલાડીઓ માટે ડ્રિંક લઈ જતા હતા ત્યારે  તેમના દોડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેની ખુશી તરફ પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. નિઃશંકપણે, આ મિમિક્રી હેન્ડલ્સની ચાલનું હતી.

  

મો. સિરાજની દરિયાદિલી

એશિયા કપ 2023માં શ્રીલંકા સામે જીતેલી મેચમાં મળેલી 5,000 ડોલરની ધનરાશી શ્રીલંકાના ગ્રાઉન્ડ સ્ટાફમાં દાન કરી આપી જે સિરાજની દરિયાદિલી બતાવે છે, ઉલ્લેખનીય છે કે સિરાજ પોતે એક ગરીબ પરિવારમાંથી આવીને આ સફરતા મેળવી છે. આ ઉપરાંત મો. સિરાજે પોતાના બોલ પર જ બાઉન્ડ્રી પર જઈને પકડેલા કેચે લોકોના દિલ જીતી લીધા અને. સોશિયલ મીડિયા પર સિરાજના મેમે છવાય ગયા હતા.

mohammed-siraj
mohammed-siraj

2 COMMENTS

Comments are closed.