તિલક કરીને આવનારા લોકોને જ ગરબામાં એન્ટ્રી, ગુજરાતમાં ક્યા લાગુ કરાયો ખાસ નિયમ?

0
339
ગરબા તિલક
ગરબા તિલક

નવરાત્રી નજીક આવી રહ્યા છે ત્યારે વિવિધ આયોજકો દ્વારા વિવિધ નિયમો બનાવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે કચ્છમાં હિન્દૂ સંગઠન દ્વારા નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે જેમાં વિધર્મીઓને નવરાત્રી માં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની માહિતી સામે આવી રહી છે. તેમજ તિલક અને ગૌમૂત્રના અભિષેક બાદ પ્રવેશ અપાશે તેમ આયોજક દ્વારા જણાવાવમાં આવી રહ્યું છે.

આ અંગેની માહિતી અનુસાર, કચ્છના ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. જેમાં આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે, નવરાત્રીની પવિત્રતા જળવાઇ રહેવી જોઇએ. જેના માટે 2015થી આ મુહિમ ચલાવી રહ્યા છીએ અને આ માટે તિલક અને ગૌમૂત્રના અભિષેક બાદ પ્રવેશ આપવામાં આવશે.

નવરાત્રીમાં ગરબા રમવા માટે તિલક સાથે જ પ્રવેશ આપવાની વિગત સામે આવી છે ત્યારે હવે કચ્છમાં પણ તિલક અને ગૌમૂત્રના અભિષેક બાદ પ્રવેશ અપાશે તેમ સામે આવ્યું છે. જેના અંગે આયોજકોએ જણાવ્યું કે, લવ જેહાદથી બહેનો દીકરીઓ દૂર રહે તે જરૂરી છે અને તેના માટે જ પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેમજ અન્ય ધર્મના લોકોને ખરેખર ગરબા રમવા હોય તો સ્વાગત છે પણ તેમને નવરાત્રીની પવિત્રતા જાળવી રાખવાની રહેશે.

 વડોદરાના ડભોઈમાં નવરાત્રી મહોત્સવમાં એક ખાસ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનું પાલન ન કરવા પર ખેલૈયાઓને મેદાન પર ગરબા રમવાની એન્ટ્રી આપવામાં નહીં આવે અને તેમને ત્યાંથી જ પાછા જવું પડી શકે છે. જી હાં, ડભોઈમાં ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં યુવાઓએ કપાળ પર તિલક કરીને આવવાનું રહેશે.

વડોદરાના ડભોઈમાં નવરાત્રી મહોત્સવમાં એક ખાસ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનું પાલન ન કરવા પર ખેલૈયાઓને મેદાન પર ગરબા રમવાની એન્ટ્રી આપવામાં નહીં આવે અને તેમને ત્યાંથી જ પાછા જવું પડી શકે છે. જી હાં, ડભોઈમાં ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં યુવાઓએ કપાળ પર તિલક કરીને આપવવાનું રહેશે. નહીંતર તેમને એન્ટ્રી આપવામાં નહીં આવે.

ધારાસભ્ય સંચાલિત ગરબા ગ્રુપનો નિર્ણય

ખાસ છે કે, ડભોઈનું ગઢભવાની કલ્ચરલ ગ્રુપ એ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંચાલિત છે. તેમણે કહ્યું કે, લલાટ પર તિલક રાખનારને એન્ટ્રીનો નિર્ણય માત્ર હિન્દુ સંસ્કારો અને સંસ્કૃતિને ટકાવી રાખવાના હેતુસર લેવાયો છે. કોઈ લઘુમતી કોમના લોકો અહીં ગરબા રમવા આવતા નથી. ડભોઈમાં હિન્દુઓ અને મુસ્લિમો પોત-પોતાના તહેવારો શાંતિપૂર્વક ઉજવે છે.

ખેલૈયાઓ તિલક નહીં કરે તો ગરબામાં નહીં મળે એન્ટ્રી!

તિલક નહી તો એન્ટ્રી નહી ને લઈ હવે ખેલૈયાઓ વિમાસણમાં મુકાઈ જવા પામ્યા છે. ડભોઈનાં ધારાસભ્ય દ્વારા વર વર્ષે ગરબાનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે પણ તેઓ દ્વારા ગરબાનું આયોજન કરાયું છે. જેમાં ખેલૈયાએ ફરજીયાત તિલક કરાવવું પડશે.

ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, દર વર્ષે 7000 જેટલા ખેલૈયાઓ રમે છે. આ તિલક લગાવવાની પરંપરા દરવર્ષે હોય છે માત્ર આ વર્ષે જ તેની ચર્ચા થઈ રહી છે. હિન્દુ ધર્મમાં તિલક લગાવવું એક પરંપરાનો ભાગ છે અને તિલક લગાવવાથી ગ્રહોની ઉર્જા સંતુલિત રહે છે તથા મન શાંત અને એકાગ્ર રહે છે.