ગુજરાતમાં ચોખ્ખા પીવાના પાણીના ફાંફા છે ? જો આ સવાલ તમારા મનમાં આવે તે પહેલા એવું લાગશે કે નળ સે જળ યોજના તો પુર જોશમાં ચાલી રહી છે તો પછી પીવાના ચોક્કા પાણીના ફાંફા કેવી રીતે હોઈ શકે .. ચાલો જાણીએ શું છે હકીકત ભલે સરકાર સિદ્ધિઓના ગાણા ગાઈ રહી હોય અને પ્રચાર પ્રસાર પણ થઇ રહ્યો છે પરંતુ હકીકત એ છેકે અનેક વિસ્તારોના પાણીના નમુના લેવામાં આવ્યા તો અશુદ્ધ પાણીના અહેવાલ સામે આવ્યા . છેલ્લા એક વર્ષમાં અંદાજે બાવન હજાર જેટલા પાણીના નમુના લેવામાં આવ્યા અને જયારે તેનો પીવાના પાણી તરીકે ઉપ્યોહમાં લઇ શકાય કે નહિ તેનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે જે રીપોર્ટ સામે આવ્યો તે જાણીને ચોંકી જવાશે. ઘણા વિસ્તારોમાં અશુદ્ધ પીવાના પાણીના રીપોર્ટ સામે આવતાજ અનેક વિસ્તારના નાગરિકો અશુદ્ધ પાણી પી રહ્યા છે. કચ્છ, મહેસાણા , બનાસકાંઠા , ભરૂચ આનંદમાં પાણીના સૌથી વધુ અશુદ્ધ પાણી તરીકેના રીપોર્ટ આવ્યો છે અને અનેક પરિવારો સુધી જે પાણી નળ દ્વારા પહોંચે છે તે પાણીજન્ય રોગચાળાને આમંત્રણ આપી રહ્યુછે.
ગુજરાત સરકારનો દાવો છેકે નળ સે જળ યોજના હેઠળ ઘર ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ જીલ્લા પ્રમાણે જોઈએ તો નળ સે જળ યોજનાની સિદ્ધિઓની બીજી બાજુ જોઈએ તો પાણીના બોર કરવાની અરજીઓ પણ સરકારી તંત્ર સમક્ષ આવી રહી છે. જેમકે અરવલ્લી જીલ્લામાં 935, સાબરકાંઠામાં 699 નવસારીમાં 297, વલસાડમાં 204 અરજીઓ પાણીના બોર માટે મળી છે. વર્ષ 2022 -2023માં સરકારને પાણીના બોર કરવાની મંજુરી માટે 3252 અરજીઓ મળી છે. જે પાછલા વર્ષમાં 2457 અરજી હતી. સરકાર પણ આ વાતનો સ્વીકાર કરી રહી છેકે વર્ષ 2022 -૨૦૨૩આ સરકારે કુલ રૂ. 77.85 કરોદ્નોમ ખર્ચ બોર બનાવવા પાછળ કર્યો છે. અને છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે રૂપિયા ૧૯૦ કરોડનો ખર્ચ કર્યો હતો. અહી ઉલ્લેખનીય છેકે સરકાર એક પાણીના બોર પાછળ રૂપિયા 1.85 લાખથી લઈને 22.55 લાખ કરચ કરે છે.
એક રીપોર્ટ પ્રમાણે પાણીના સ્તર ગુજરાતમાં ઊંડે જઈ રહ્યા છે. આ કારણોસર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં લોકોને 3 બોરનું પાણી પીવા મજબુર બન્યા છે. આ અશુદ્ધ પીવાના પાણીને કારણે સાંધાના દુખાવા , પથરી, જેવા રોગનો શિકાર લોકો બની રહ્યા છે . પીવાના પાણીના અશુદ્ધ નમુનાની વાત કરીએ તો વડોદરામાં ૪૬૦૭ , ભરૂચમાં ૨૬૬૪ , આણંદમાં ૩૧૫૬ , મહેસાણામાં ૧૭૩૪ સેમ્પલ પીવા લાયક પાણીના રીપોર્ટમાં ફેઈલ થયા છે. અને નાગરિકો અશુદ્ધ અને ડહોળું પાણીને લઈને અનેક ફરીયારો કરી રહ્યા છે.