ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ – કોણ આપી રહ્યું છે ખાલીસ્તાનીઓને ફંડ

0
211
ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ - કોણ આપી રહ્યું છે ખાલીસ્તાનીઓને ફંડ
ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ - કોણ આપી રહ્યું છે ખાલીસ્તાનીઓને ફંડ

હાલ દુનિયાભરની નજર ભારત અને કેનેડાના સંબધોમાં આવેલી કડવાશ પર છે .. કેમકે કેનેડાના વડાપ્રધાનના ખાલીસ્તાનીઓ પ્રત્યેના વલણ અને આવેલા નિવેદનોને લઈને તમામ દેશો ખાસ કરીને અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા નજર રાખી રહ્યા છે. હાલતો જે ખાલીસ્તાનીઓને અને તેના સમર્થકો અને તેમના વડાઓ પરના હુમલાઓ અને હત્યાઓ ના પુરાવા પર અ દેશો નિવેદનો આપી રહ્યા છે. કેનેડાનો હાલ અભિગમ ખાલીસ્તાનીઓને અને તેમના સમર્થકો અને સંઘઠનના નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે અને ભારતીય એજન્સીએ તેની હત્યા કરી છે તે અંગેના પુરાવા દુનિયાના દેશો સમક્ષ મૂકી શક્યું નથી અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના નિવેદન પર અડગ છે ત્યારે ભારત કેનેડાના સંબંધોમાં ખટાશ આવી છે અને બંને દેશોના નાગરિકો હાલ નિર્ણયોને લઈને તેમાં પર નજર રાખી રહ્યા છે. ખાલીસ્તાનીઓને લઈને ભારત સરકાર સાથે વિપક્ષ કોંગ્રેસ પણ સમર્થમાં આવ્યું છે અને કડક પગલા ભરવા તેમનું સમર્થન છે તે પણ નિવેદન આવ્યું છે

ભારતે કેનેડાના અલગ અલગ શહેરોમાં રહેતા ભારતીય નાગરિકો અને ભારતીયોને પોતાની સાવચેતી રાખવાની સુચના જાહેર કરી છે. અને ભારતીય દુતાવાસના સંપર્કમાં રહેવા અને સતત તેના સૂચન પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે કેનેડાના નાગરિકોના વિઝા આપવાનો પ્રતિબંધ મુક્યો છે. કેનેડાના નાગરિકો હાલ ભારત આવી શકશે નહિ. ઓન લાઈન એપ્લીકેશન સેન્ટર હાલ બંધ કરવામાં આવ્યું છે. બીજી નોટીસ ન મળે ત્યાં સુધી વિઝા સેન્ટર બંધ રાખવામાં આવશે.

ખાલીસ્તાનીઓના ફંડિંગમાં પાકિસ્તાનનો નાપાક હાથ !

KHALISTANI

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ ભારત સરકાર તરફથી ત્યાના નાગરિકો માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી . આ એડવાઈઝરીમાં ભારતીય સમુદાયના કેનેડામાં રહેતા નાગરિકોને તેમાં પણ ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને સાવચેત રહેવા જણાવ્યું છે. કેનેડાના પીએમની ભારત પરની શંકા જેમાં ખાલિસ્તાની નેતાઓની હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ છે તેવા નિવેદનો પછી પાકિસ્તાન અને કેનેડામાં રહેતા ખાલિસ્તાનીઓના સંબધોની લોંક સામે આવી છે. આ ખુલાસામાં પાકિસ્તાની ગુપત્ચાર સંસ્થા આઈ.એસ.આઈ.કેનેડા સ્થિત ખાલિસ્તાની સંઘઠનને અપાયું ફંડ અને તેની ગતિવિધિઓ વધુ મજબુત બનાવવાની અને ફંડિંગ અંગેનો ખુલાસો થયો છે. એટલુજ નહિ કેનેડામાં રહેતા ખાલીસ્તાનીઓના નેતાઓને મોટા પાયે રકમ અલગ અલગ જગ્યાએથી મોટી રકમ ફાળવી છે ત્યારથી ભારત અને કેનેડાના સંબંધોમાં ખટાશ આવી છે . પાકિસ્તાનની નાપાક હરકત જમ્મુ કાશ્મીર અને દેશના લગભગ તમામ રાજ્યોમાં આતંકી ગતિવિધિમાં અનેક વખત જોવા મળી છે ત્યારે કેનેડા સ્થિત ખાલિસ્તાની સમર્થકો સાથે વધુ એક વાર કનેક્શન સામે આવતાજ ભારતીય એજન્સીઓ વધુ સતર્ક થઇ છે

અકાલી દળના વડા અને સાંસદ સુખબીર સિંહ બાદલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે  ભારત કેનેડાના સંબંધોમાં જે રીતે ખટાશ આવી છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી . તેમને કહ્યું કે ભારતના વિઝા સંબધિત નિર્ણય અને કેનેડાના પ્રધાનમંત્રીના નિવેદનોથી ભારતીય સમુદાય જે કેનેડામાં વસવાટ કરે છે તેમની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને પંજાબના પરિવારો છેલ્લા બે દિવસથી પરેશાન છે . તેમને ભારત સરકારને વિનાન્તિમ કરીકે કેનેડા અને ભારતના સંબધોમાં જલ્દીથી કોઈ ઉકેલ આવે.