Umreth Bypoll Announced: દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ ગુજરાતમાં પણ ચૂંટણીના નગારા વાગ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
Umreth Bypoll Announced: કેમ યોજાઈ રહી છે પેટાચૂંટણી?
ઉમરેઠ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી. નિયમ મુજબ બેઠક ખાલી થયાના છ મહિનામાં ચૂંટણી યોજવી અનિવાર્ય હોવાથી પંચે આજે પાંચ રાજ્યોની મુખ્ય ચૂંટણીની સાથે ઉમરેઠનું પણ શિડ્યુલ જાહેર કર્યું છે.

Umreth Bypoll Announced: ચૂંટણીનું સંપૂર્ણ શિડ્યુલ:
- મતદાનની તારીખ: 23 એપ્રિલ, 2026
- મતગણતરી અને પરિણામ: 4 મે, 2026
- આચારસંહિતા: જાહેરાત સાથે જ સમગ્ર આણંદ જિલ્લામાં આચારસંહિતા અમલી બની ગઈ છે.
રાજકીય ગરમાવો વધશે
ઉમરેઠ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ જામશે. ગોવિંદભાઈ પરમારના નિધનથી ખાલી પડેલી આ બેઠક કબજે કરવા માટે ભાજપ સહાનુભૂતિ અને વિકાસના મુદ્દે મેદાનમાં ઉતરશે, જ્યારે વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. આગામી દિવસોમાં બંને પક્ષો દ્વારા ઉમેદવારોના નામની પસંદગી માટે મંથન શરૂ કરવામાં આવશે.
દેશની અન્ય પેટાચૂંટણીઓ
ચૂંટણી પંચે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય 6 રાજ્યોમાં ખાલી પડેલી કુલ 8 વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી જાહેર કરી છે. આ તમામ બેઠકો પર પણ ઉમરેઠની જેમ જ એપ્રિલ-મે મહિનામાં મતદાન અને ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




