Umreth By-Polls: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આણંદ જિલ્લાની મહત્વની ગણાતી 111-ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ઉમેદવાર તરીકે હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારના નામની સત્તાવાર જાહેરાત કરી છે.
Umreth By-Polls: પિતાનો વારસો અને પુત્ર પર વિશ્વાસ

ઉમરેઠ બેઠક ભાજપના પીઢ નેતા અને તત્કાલીન ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપ હાઈકમાન્ડે સ્થાનિક સમીકરણો અને ગોવિંદભાઈ પ્રત્યેની લોક-સહાનુભૂતિને ધ્યાનમાં રાખીને તેમના જ પુત્ર હર્ષદ પરમાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. નવી દિલ્હી સ્થિત કેન્દ્રીય કાર્યાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
Umreth By-Polls: સરપંચથી ધારાસભ્ય સુધીની સફર
હર્ષદભાઈ પરમાર માત્ર વારસાના જોરે જ નહીં, પરંતુ પોતાના ગ્રાઉન્ડ વર્કને કારણે પણ જાણીતા છે:
- ચિખોદરાના સરપંચ: તેઓ હાલમાં ચિખોદરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાર્યરત છે.
- સંગઠનનો અનુભવ: તેઓ આણંદ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે.
- લોકસંપર્ક: પિતાના અવસાન બાદ હર્ષદભાઈ ઉમરેઠ વિસ્તારમાં સામાજિક અને રાજકીય રીતે અત્યંત સક્રિય રહ્યા છે, જેનો લાભ પક્ષને મળી શકે તેમ છે.
ચૂંટણીનો કાર્યક્રમ

ઉમરેઠ બેઠક પર યોજાનારી આ જંગ માટેનું ટાઈમટેબલ નીચે મુજબ છે:
- મતદાનની તારીખ: 23 એપ્રિલ, 2026
- પરિણામની તારીખ: 4 મે, 2026
રાજકીય વિશ્લેષણ
ગોવિંદભાઈ પરમારનું ઉમરેઠ વિસ્તારમાં મોટું વર્ચસ્વ હતું. હવે હર્ષદ પરમાર સામે પિતાનો આ ગઢ સાચવી રાખવાનો મોટો પડકાર છે. ગ્રામ પંચાયત સ્તરથી સીધા વિધાનસભા સ્તરની આ મોટી કૂદકો હર્ષદ પરમાર માટે રાજકીય પરીક્ષા સમાન સાબિત થશે.
આ પણ વાંચો :દિલ્હી બોર્ડર પરથી લશ્કર-એ-તૈયબાનો ખતરનાક આતંકી શબ્બીર અહમદ ઝડપાયો, ISI સાથે સીધા તાર




