Umreth By-Election: ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી પેટા ચૂંટણીઓને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આણંદ જિલ્લાની પ્રતિષ્ઠિત ઉમરેઠ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે તેના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, ઉમરેઠ બેઠક પરથી ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ ચૂંટણી જંગમાં ઉતરશે.

Umreth By-Election: હાઈકમાન્ડની મહોર
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ભૃગુરાજસિંહના નામ પર મહોર મારી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ દ્વારા કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા ચહેરાને મેદાને ઉતારીને કોંગ્રેસે આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે.

Umreth By-Election: કાર્યકરોમાં ઉત્સાહ
ઉમેદવારના નામની જાહેરાત થતા જ ઉમરેઠ અને આણંદ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આગામી દિવસોમાં આ બેઠક પર પ્રચાર અભિયાન જોર પકડશે.
ચૂંટણીનું સંપૂર્ણ સમયપત્રક (Schedule)
ઉમરેઠ બેઠક સહિતની પેટા ચૂંટણીઓ માટેનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે:
- ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ: 06 એપ્રિલ, 2026 (સોમવાર)
- ફોર્મની ચકાસણી: 07 એપ્રિલ, 2026 (મંગળવાર)
- ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 09 એપ્રિલ, 2026 (ગુરુવાર)
- મતદાનની તારીખ: 23 એપ્રિલ, 2026 (ગુરુવાર)
- પરિણામ (મતગણતરી): 04 મે, 2026 (મંગળવાર)
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ગુજરાતમાં કુદરતનો કહેર અમદાવાદમાં કરા પડ્યા, વેરાવળમાં 20 મિનિટમાં 1 ઈંચ વરસાદ; ખેડૂતોની ચિંતા વધી




