Umiyadham : અમેરીકાની ધરતી પર જય ઉમિયાના પ્રચંડ નાદ ગુજ્યા, ૮ માં શિખરબધ્ધ મંદિરની સ્થાપના

0
1279
Umiyadham
Umiyadham

Umiyadham : વિશ્વના ૧૩૨ દેશમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી મા ઉમિયા માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા અને શ્રદ્ધાના દર્શન અમેરીકાની ધરતી પર થઈ રહ્યા છે. કુળદેવી ઉમિયા માતાજી ના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનની પ્રેરણાથી અમેરીકાના ટેનીસી સ્ટેટના નેશવિલ સીટીમાં કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય શિખરબધ્ધ મંદિરનું નિર્માણ કરાયું છે.

WhatsApp Image 2024 06 15 at 5.25.50 PM

Umiyadham : 10 એકરની વિશાળ જમીન પર બન્યું મંદિર

ટેનીસી સ્ટેટ સહિત સમગ્ર અમેરીકામાં વસતા કડવા પાટીદાર શ્રધ્ધાળુઓ ધ્વારા ૧૦ કરોડ રુપીયા દાન કરવામાં આવ્યું છે. ૧૦ એકર વિશાળ જમીન પર નયનરમ્ય અને કલાક્રુતિ સમાન દૈદિપ્યમાન ભવ્ય મંદિર નિર્માણ કરાયું છે.

Umiyadham : અખંડ સ્વરૂપા અને શિવ અર્ધાંગીની મા કુળદેવી ઉમિયા માતાજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થા. ૨૧ – ૨૨ અને ૨૩ જુનના રોજ યોજાશે. ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ અને સી કે પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

WhatsApp Image 2024 06 15 at 5.25.51 PM

Umiyadham :  ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતગ્રત મા કુળદેવી ઉમિયા માતાજીની દિવ્ય અલૌકિક જ્યોત નેશવિલ પહોંચી ગઈ છે. દિવ્ય અલૌકિક જ્યોત લઈને નેશવિલ પધારેલા ચંદુભાઈ પટેલ ( કે વી સી ટ્રસ્ટ મહામંત્રી),શોભનાબેન પટેલ, પાર્થ ચંદુભાઈ પટેલ, માનસી પાર્થ પટેલ, જે કે પટેલ( પૂર્વ સિટી તાલુકા પ્રમુખ બીજેપી) અને બ્રિજેશ પટેલનું શ્રધ્ધાળુ પરિવારો દ્વારા  નેશવિલ ખાતે રહેતા મહેન્દ્ર પટેલ, મીનાબેન પટેલ સહિતના પરિવારો દ્વારા દિવ્ય અલૌકિક જ્યોત નું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

1 108

Umiyadham :  ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નામદ મંત્રી દિલિપ દાદા ( નેતાજી) એ જણાવ્યું હતું કે અમેરીકા સહિત ૧૩૨ દેશમાં વસવાટ કરતા કડવા પાટીદારો સહિત તમામ જ્ઞાતિના લોકોમાં મા કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યે અતુટ આસ્થા અને શ્રદ્ધાના દર્શન થઈ રહ્યા છે. અમેરીકાની ધરતી પર આઠમા શિખરબધ્ધ મંદિરની સ્થાપના કરાઈ છે.

ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં અમેરીકાના વિવિધ સ્ટેટમાં વસવાટ કરતા ૧૦ હજાર કરતાં પણ વધારે પરિવારો ભાગ લેશે, મા કુળદેવી ઉમિયા માતાજીના દર્શન કરીને જીવનને ધન્ય ધન્ય બનાવ્યાની અનુભૂતિ કરશે.

WhatsApp Image 2024 06 15 at 5.25.52 PM

Umiyadham :  નેશવિલ સહિત ટેનીસી સ્ટેટમાં રહેતા કડવા પાટીદાર પરિવારો ભવ્યાતિભવ્ય મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરવા તડામાર તૈયારી કરી રહ્યા છે, શ્રધ્ધાળુઓ ધ્વારા જય જય ઉમિયાના ગગનભેદી નારા લગાવ્યા હતા. ટેનીસી સ્ટેટ સહિત સમગ્ર અમેરીકામાં વસતા પાટીદાર પરિવારોમાં આનંદ, મંગલ અને ઉત્સાહ છવાયો છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નવચંડી મહાયજ્ઞ કરવામાંઆવશે.સાથે શ્રી ઉમિયા શરણમ્ મમ : મહામંત્ર ધુન કરાશે. અમેરીકાની ધરતી પર જય જય ઉમિયાના નાદ થતાં વાતાવરણ અલૌકિક અને ભક્તિમય બની ગયું છે.

WhatsApp Image 2024 06 15 at 5.25.51 PM 1

અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં રહેતા પાટીદારોની પણ મોટી સંખ્યામાં નેશવિલ પહોંચી રહ્યા છે.ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ ૨૦૩૦ સુધિમાં ૧૦૦૧ શિખરબધ્ધ મંદિરની સ્થાપના કરવાનો દ્રઢ સંકલ્પ કરાયો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો