Umesh Makvana : ગુજરાતમાં કોંગ્રેસ અને આપના ઉમેદવારના ફોર્મ રદ કરવાના સમાચારો વચ્ચે આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર આવ્યા છે. ભાવનગરથી આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થયું છે. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં ઉઠાવવામાં આવેલ વાંધા અરજીનો આખરે સુખદ અંત આવ્યો છે. તો બીજી તરફ અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું પણ ઉમેદવારી ફોર્મ મંજૂર થયું છે.
Umesh Makvana : ભાજપે વાંધા અરજી કરી હતી
Umesh Makvana : બોટાદ લોકસભાની બેઠકની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી બાદ ૧૩ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા, કુલ ૧૯ ઉમેદવારો દ્વારા ૩૬ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા, જેમાં ચકાસણી બાદ પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિટમાં વિસંગતતાના કારણે ભાજપ દ્વારા વાંધા અરજી કરાઈ હતી. આ અંગે ચુંટણી અધિકારી દ્વારા જવાબ આપવા આજે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
Umesh Makvana : મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ ડમી સાથે બે ફોર્મ ભર્યા હતા, આમાં કુલ 19 ઉમેદવારોના 30 જેટલા ફોર્મ ભરાયા હતા, જેની ચકાસણી કરવામાં આવતા 13 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. બંને પક્ષોના ડમી ઉમેદવારો તથા 3 અન્ય પક્ષોના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જ્યારે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિડમાં વિસંગતતાને કારણે વાંધા રજૂ કરાયું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો