રશિયાએ નીપર નદી પર બનાવેલ કાખોવકા ડેમ પર હૂમલો કર્યો : યુક્રેન
ડેમ તૂટવાથી હજારો લોકોનું સ્થળાંતર, કેટલાક વિસ્તારો ડૂબ્યા : યુક્રેન
છેલ્લા દોઢ વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તે વચ્ચે યુક્રેને રશિયા પર મોટો આરોપ લગાવ્યો છે. યુક્રેને કહ્યું છે કે, રશિયાએ યુક્રેનના દક્ષિણ ભાગમાં નીપર નદી પર બનેલા કાખોવકા ડેમ પર મોટો હૂમલો કર્યો છે. જેમાં આ ડેમ તૂટી ગયો છે. આ ડેમ તૂટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે અને ઘણા વિસ્તારો ડૂબી ગયા છે. પૂરના કારણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટને પણ નુકસાન થશે. અગાઉ યુક્રેન સરકારે કહ્યું હતું કે, જો ડેમ તૂટશે તો 18 મિલિયન ક્યુબિક મીટર પાણી છોડવામાં આવશે. જેના કારણે ખેરસન સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે.