20 વર્ષ બાદ કેમ એકસાથે આવ્યા ઠાકરે ભાઈઓ? #uddhavthackerays

0
1

uddhavthackerays: બે દાયકાથી એકબીજાથી અલગ રહેલા ઉદ્ધવ ઠાકરે (uddhavthackerays) અને રાજ ઠાકરે પ્રથમ વખત એક મંચ પર સાથે જોવા મળ્યા છે. મહારાષ્ટ્ર સરકારની ત્રિભાષા નીતિના વિરોધમાં આયોજિત રેલી, જેને શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા ‘મરાઠી વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો. આ રેલી બાદ રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ છે કે શું ઠાકરે ભાઈઓ ભવિષ્યમાં રાજકીય ગઠબંધન રચી શકે છે.

ઠાકરે ભાઈઓનું મિલન

ઉદ્ધવ અને રાજ ઠાકરેનું (uddhavthackerays) 20 વર્ષ બાદ એક મંચ પર આવવું રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. 2006માં રાજ ઠાકરેએ શિવસેના છોડીને એમએનએસની સ્થાપના કરી હતી, જે બાદ બંને ભાઈઓ વચ્ચે રાજકીય અંતર રહ્યું. આ રેલીમાં શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે આ પ્રસંગને ‘મરાઠી વિજય દિવસ’ તરીકે ઉજવણીનું નામ આપ્યું. રેલી દરમિયાન બંને નેતાઓના ભાષણો પર રાજકીય વિશ્લેષકોની નજર હતી, કારણ કે તેમાં ભવિષ્યના ગઠબંધનના સંકેતો જોવા મળ્યા.

uddhavthackerays

રાજકીય અટકળો અને ભાજપની ટીકા

ભાજપના નેતાઓએ આ રેલીને બીએમસી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ચાલ ગણાવી છે. તેમનું કહેવું છે કે ઠાકરે ભાઈઓનું (uddhavthackerays) આ ગઠબંધન માત્ર ચૂંટણીલક્ષી છે. બીજી તરફ, કોંગ્રેસે આ રેલીથી અંતર જાળવ્યું, જે રાજકીય ગઠબંધનની શક્યતાઓને જટિલ બનાવે છે. આ ઘટના મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચી શકે છે, અને ઠાકરે ભાઈઓના ભાષણો ભવિષ્યની દિશા નક્કી કરશે.

Gopal Khemka: ઘરની બહાર ભાજપ નેતા ગોપાલ ખેમકાની ગોળી મારી હત્યા

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે