Udata Gujarat :   ગુજરાત બન્યું ડ્રગ્સનું સ્વર્ગ ? છેલ્લા 10 વર્ષમાં ડ્રગ્સના સેવનથી 711 લોકોના મોત

0
277
Udata Gujarat
Udata Gujarat

Udata Gujarat :  ગુજરાતમાં પ્રકાશની ગતિએ ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે, દિન-પ્રતિદિન ડ્રગ્સના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, ડ્રાય સ્ટેટની વાતો કરતી સરકાર સામે તમાચો મારે તેવા આંકડા સામે આવ્યા છે  નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના અહેવાલ અનુસાર વર્ષ 2013થી 2022 દરમિયાન ડ્રગ્સના દુરુપયોગથી ગુજરાતમાં 645 પુરુષ-66 મહિલા એમ કુલ ૭૧૧ના મૃત્યુ થયા છે.  

Udata Gujarat

Udata Gujarat :  ગુજરાતના યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાંથી રૂપિયા 9600 કરોડની કિંમતનું 87 ટન ડ્રગ્સ ઝડપાયેલું છે. ડ્રગ્સના વધતા દૂષણને પગલે તેનાથી મૃત્યુ થવાના પ્રમાણમાં પણ વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં ડ્રગ્સ-દારૂના દુરુપયોગથી 711 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે જ્યારે ડ્રગ્સના ઓવરડોઝથી 371 વ્યક્તિના મૃત્યુ થયા છે. આવતીકાલે ‘ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઈલીસીન્ટ ટ્રાફિકિંગ ડે’ છે ત્યારે ડ્રગ્સનું વધી રહેલું દૂષણ ચિંતાનો વિષય છે. 

Udata Gujarat

Udata Gujarat :   નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના અહેવાલ અનુસાર વર્ષ 2013થી 2022 દરમિયાન ડ્રગ્સના દુરુપયોગથી ગુજરાતમાં 645 પુરુષ-66 મહિલા એમ કુલ ૭૧૧ના મૃત્યુ થયા છે. જેમાં વર્ષ 2022માં 91 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે.

Udata Gujarat :  મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ

ડ્રગ્સના દુરૂપયોગથી સૌથી વધુ મૃત્યુ વર્ષ 2022માં નોંધાયા છે, જેમાં  સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર 3073 સાથે મોખરે છે. સમગ્ર દેશમાં 11634 વ્યક્તિએ ડ્રગ્સની આદતને કારણે જીવન ટૂંકાવ્યું છે. જેમાં 11394  પુરુષ-239 મહિલા અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ 2022માં ગુજરાતમાંથી ડ્રગ્સને કારણે જીવન ટૂંકાવ્યું હોય તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાંથી 25, સુરતમાંથી 5 જ્યારે વડોદરામાંથી 1 વ્યક્તિએ ડ્રગ્સને કારણે આત્મહત્યા કરી હતી.  

Udata Gujarat

Udata Gujarat :  વર્ષ 2021માં ગુજરાતમાંથી 127 વ્યક્તિએ ડ્રગ્સને કારણે આત્મહત્યા કરી હતી. જેમાં 117 પુરુષ અને 10 મહિલાનો સમાવેશ થાય છે. અમદાવાદમાંથી 33 પુરુષ-બે મહિલાએ ડ્રગ્સને કારણે જીવન ટૂંકાવ્યું હતું.

Udata Gujarat :  બીજી તરફ વર્ષ 2020માં ગુજરાતમાંથી 77 અને અમદાવાદમાંથી 17 વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આમ, 3 વર્ષમાં અમદાવાદમાંથી ડ્રગ્સ-દારૂની લતને કારણે 72 વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.  પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ડ્રગ્સ ડિએડિક્શન સેન્ટરમાં સારવાર લઇ રહેલા મોટાભાગના દર્દીઓ 18થી 24ની વયજૂથના છે. રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર ગુજરાતમાંથી 2.3 ટકા લોકો કોઇને કોઇ નશાનું સેવન કરે છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો