રાજ્યમાં હાર્ટ એટેકથી બે યુવકના મોત

0
212

સમગ્ર દેશમાં કોરોના બાદ હાર્ટએટેકથી મોતના કિસ્સાઓ વધી રહ્યાં છે.રાજ્યમાં બે કિસ્સામાં હાર્ટએટેકને કારણે બે લોકોના મોત નીપજ્યાં છે. રતમાં માત્ર 27 વર્ષના શનિ કાલે નામનો યુવાન મિત્રો સાથે જમીને ઘરે આવતો હતો. તે દરમિયાન ચાલુ બાઇક પર જ તેને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ ટૂંકી સારવારમાં જ યુવાનનું મોત નીપજ્યુ છે.શનિને  તરત જ તેના મિત્રો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા. જ્યાં તેની સારવાર પણ શરૂ થઈ હતી. જોકે, તબીબોના જણાવ્યા પ્રમાણે આ યુવાનને છાતીમાં દુખાવાની સાથે હાર્ટ એટેક આવ્યા હતા અને તેનો જીવ બચી ન શક્યો.એ જ રીતે પાટણના રાધનપુર એસટી કર્મીને ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા મોત નીપજ્યું છે. સોમનાથ એસટી ડ્રાઇવર ભારમલભાઈ આહીરનુ હાર્ટ એેટેક આવવાને કારણે મોત નીપજ્યુ છે.