HomeDeshછેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 5880 નવા કેસ નોંધાયા  

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 5880 નવા કેસ નોંધાયા  

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો  છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 5880 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 35,199 થઈ ગઈ છે. રવિવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 699 નવા કેસ નોંધાયા છે અને  પોઝિટિવિટી રેટ 21.15 ટકા નોંધાયો છે. દિલ્હીમાં પણ ચાર કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. જો કે, મૃત્યુ પામેલા દર્દીઓમાંથી માત્ર એકના મૃત્યુનું કારણ કોરોના સંક્રમણ હતું. દિલ્હી સરકારે ફરીથી માસ્ક ફરજિયાત બનાવવા પર વિચાર કરી રહી છે. હરિયાણામાં તમામ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments