ગાંધીનગરમાં મોબાઈલ અને સાયકલ ચોરી  કરનાર બે ઝડપાયાં

0
74
ગાંધીનગરમાં મોબાઈલ અને સાયકલ ચોરી  કરનાર બે ઝડપાયાં
ગાંધીનગરમાં મોબાઈલ અને સાયકલ ચોરી  કરનાર બે ઝડપાયાં

ગાંધીનગર : મોબાઈલ ચોરી  કરનાર બે ઝડપાયાં

લોકલ ક્રાઇમ બ્રાંચને મળી સફળતા

રૂપિયા 1 લાખ 11 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરમાં વહેલી સવારે સાઈક્લિંગ અર્થે નીકળતા લોકોનો પીછો કરી તેમજ ટયુશન ક્લાસીસ આગળ પાર્ક કરેલી સાયકલોની ઉઠાંતરી તેમજ મોબાઈલ ચોરીના ગુનાને અંજામ આપી તરખાટ મચાવનાર બે ચોરોને લોકલ ક્રાઇમ બ્રાંચે દબોચી લઈ 28 સાયકલો થતાં ચાર મોબાઈલ સહિત કુલ રૂ. 1 લાખ 11 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ઘનિષ્ઠ પુછતાછ શરૂ કરવામાં આવી છે.ત્યારે ગાંધીનગરમાં મોબાઈલ ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા વખતથી સાયકલ ચોરીની વ્યાપક બુમરાણ ઉઠી રહી હોવાના પગલે એસપી રવિ તેજા વાસમ સેટ્ટી ની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી બી વાળાનાં સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમોની રચના કરી બાતમીદારોને એક્ટિવ કરવામાં આવ્યા હતા. જેનાં ભાગરૂપે એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે સેકટર – 24 વિસ્તારથી અઝરૂદ્દીન ઉર્ફે અજરૂ ઉમરખાન રાંજુખાન બલોચ (રહે.હાલ. ઘર.નં.505, ઈન્દીરાનગર છાપરા, મટન માર્કેટ રોડ, વળાંક્માં સેકટર-24,મુળ વતન. ગામ.કહરા, તા.ભાભર જી. બનાસકાંઠા) ને ઉઠાવી લઈ ઇનટ્રોગેશન કરતા તેની પાસેથી 24 સાયકલો તેમજ 4 મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 95 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

એજ રીતે સેકટર – 21 વિસ્તારમાંથી મુકેશ  ચેતનભાઇ ભુંડીયાભાઇ ડામોર (રહે, સેકટર-21 ના છાપરા, પંચદેવ મંદીર પાસે, મુળ ગામ- રાજપુર, વાંદરવેલી ફળીયુ, તા.ઝાલોદ જી.દાહોદ) ચોરીની 4 સાયકલો સાથે ઝડપી લેવાયો હતો. આ અંગે અઝરૂદ્દીને કબૂલાત કરેલી કે, છેલ્લા છ માસ દરમિયાન રાત્રિના સમયે ગાંધીનગર શહેરમાંથી અલગ-અલગ જગ્યાઓથી પાર્ક કરેલ સાયકલો તથા સૂઇ રહેલ માણસોના મોબાઇલ ચોરી લીધા હતા.

જ્યારે મુકેશભાઇ ડામોરે પણ અલગ-અલગ જગ્યાએથી છેલ્લા પાંચ માસ દરમિયાન સાયકલોની ચોરી કરેલાની કબૂલાત કરી હતી.જે પૈકી અઝરૂદ્દી અગાઉ સેકટર – 7 પોલીસની હદમાં મોબાઇલ ચોરીનાં ગુનામાં પકડાયો હતો. તેમજ મૂકેશને પણ ચોરી કરતા અગાઉ પોલીસે ઝડપી લીધો હતો. આ અંગે પીઆઈ વાળાએ કહ્યું હતું કે, બંને ચોર સવારના સમયે સાઈક્લિંગ કરતા વ્યક્તિઓને ટાર્ગેટ કરતાં હતાં. તેમજ ટયુશન કલાસ આગળ પાર્ક કરેલી પણ સાયકલ ચોરી લેતાં હતાં. ઉક્ત સાયકલ અને મોબાઈલ ચોરી અંગે પણ જાહેર જનતાને એલસીબી કચેરીએ આવીને ફરિયાદ કરવા અપીલ કરી છે.

વાંચો અહીં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ