Tulsi 2.0 : બધાયી હો…. તમે બનશો મુર્ખ અને સ્મૃતિ ઈરાની કમાશે કરોડો… #Tulsi2.0 #SmritiIrani

0
113

Tulsi 2.0 : એક એપિસોડના ₹1800 લેતી ‘તુલસી’ હવે ₹14 લાખ લેશે

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની બીજી સિઝન સ્ટાર પ્લસ અને જિયો હોટસ્ટાર પર શરૂ થઈ ચૂકી છે. દરરોજ રાત્રે 10:30 વાગ્યે ફરી જૂના ચહેરાઓ સાથે યાદોની લહેર તાજી થશે. એવામાં જેમ-જેમ ટીવી શોનું શૂટિંગ આગળ વધે છે, તેમ-તેમ કલાકારો પ્રતિ એપિસોડ કેટલી કમાણી કરશે તેના અહેવાલો સામે આવ્યા છે. સ્મૃતિ ઈરાની, અમર ઉપાધ્યાય અને અન્ય લોકો સહિત લોકપ્રિય ચહેરાઓ શોના પ્રતિ એપિસોડ કેટલા રૂપિયા લેશે તેના પર એક નજર કરીશું, સાથે જ 25 વર્ષ પહેલાં આ કલાકારને એક શો માટે કેટલી ફી મળતી એ પણ જાણીશું.

તુલસીની એપિસોડ દીઠ ₹14 લાખ ફી હતી ઇન્ડિયા ફોરમના એક અહેવાલ મુજબ, શોના મુખ્ય પાત્ર તુલસી એટલે કે સ્મૃતિ ઈરાનીને શો માટે પ્રતિ એપિસોડ ₹14 લાખ ચૂકવવામાં આવશે. 25 વર્ષ પહેલાં એટલે કે 2000માં પહેલી સીઝનના શરૂઆતી દિવસોમાં, સ્મૃતિને પ્રતિ એપિસોડ 1800 રૂપિયા જેટલી નજીવી રકમ ચૂકવવામાં આવતી હતી. પરંતુ જેમ જેમ શોની લોકપ્રિયતા વધતી ગઈ અને તુલસી શોની સ્ટાર બની, તેમ-તેમ તેમની ફી વધતી ગઈ. અંતે, તેમને પ્રતિ એપિસોડ ₹50,000 ફી આપવામાં આવતી હતી. જોકે, બીજી સીઝન માટે સ્મૃતિની વર્તમાન ફીની પુષ્ટિ કરતું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

aserysht
દ્ય્તી

Tulsi 2.0 : ‘મને 1000નો વધારો આપ્યો અને અન્ય સ્ટારને 2000 વધારી દીધા’

ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની સિઝન 1માં આવકની અસમાનતા ખૂબ જ વધારે હતી. આ અંગે સિદ્ધાર્થ કાનન સાથે વાત કરતા જયા ભટ્ટાચાર્ય (પાયલ)એ કહ્યું- ‘હું સૌથી ઓછી ફી લેતી એક્ટ્રેસ હતી. મારી ફી ક્યારેય વધારવામાં આવી નહતો. એકવાર જ્યારે મેં ફી વધારવાની માંગ કરી, ત્યારે મારી ફીમાં એક હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, જ્યારે બાકીના લોકોને 2 હજાર રૂપિયાનો વધારો આપવામાં આવ્યો. આનાથી મારા અહંકારને ઠેસ પહોંચી અને તેથી, આ પછી, આગામી 7 વર્ષોમાં, મેં ક્યારેય વધારો માંગ્યો નહીં.” જ્યારે સિદ્ધાર્થ કન્નને પૂછ્યું કે- શું તે 7 વર્ષ દરમિયાન અન્ય કલાકારોના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે જયાએ કહ્યું કે- હા, બાકીના કલાકારોની ફી સતત વધતી રહી હતી.

ક્યારે શરૂ થયો હતો શો? ટીવી શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય શોમાંનો એક છે. પહેલી સિઝન 3 જુલાઈ 2000ના રોજ શરૂ થઈ હતી. આ શો 2008 સુધી ચાલ્યો હતો. 8 વર્ષમાં એના 1833 એપિસોડ ટેલિકાસ્ટ થયા હતા. એકતા કપૂરના આ શોમાં સ્મૃતિ ઈરાની, અમર ઉપાધ્યાય, રોનિત રોય, મંદિરા બેદી, સુધા શિવપુરી, જયા ભટ્ટાચાર્ય, હિતેન તેજવાણી, ગૌરી પ્રધાન મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં હતાં.

ystu

Tulsi 2.0 : 15 વર્ષ પછી ‘તુલસી’એ કમબેક કર્યું!

સ્મૃતિ ઈરાનીએ 15 વર્ષ પછી પડદા પર વાપસી કરી છે. એક્ટિંગ છોડીને રાજકારણમાં જોડાયા પછી તે મહિલા અને બાળવિકાસમંત્રી પણ રહી ચૂકી છે. તાજેતરમાં લંડનમાં “વી ધ વુમન” ના એક એપિસોડમાં બરખા દત્ત અને કરણ જોહર સાથેની વાતચીત દરમિયાન તેણે ખુલાસો કર્યો કે સિક્વલની યોજના 10 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. 2000માં બાલાજી ટેલીફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત, એકતા કપૂરનો આ શો દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય હતો. મોટેભાગે TRP ચાર્ટ પર પ્રભુત્વ મેળવ્યું. તાજેતરમાં આ શોએ 25 વર્ષ પૂર્ણ કર્યાં. રજત જયંતી નિમિત્તે સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે- આ શોએ લોકોના જીવનને કેવી રીતે પ્રભાવિત કર્યું.

Tulsi 2.0 : ‘ગુજરાતમાં ભૂકંપ બાદ લોકો બહાર ટીવી મૂકીને શો જોતા હતાં’

ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ના 20 વર્ષ પૂરા થયા ત્યારે પ્રોડ્યૂસર એકતા કપૂરએ કહ્યું હતું- ‘મને યાદ છે કે મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે લોકો કેવી રીતે પોતાના ટીવી ઘરની બહાર મૂકીને ‘ક્યોંકિ..’ જોતા હતાં. 3 જુલાઈ, 2000ના રોજ આ સિરિયલ શરૂ થઈ હતી અને છેલ્લો એપિસોડ 6 નવેમ્બર, 2008માં પ્રસારિત થયો હતો.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

: Tulsi 2.0 : બધાયી હો…. તમે બનશો મુર્ખ અને સ્મૃતિ ઈરાની કમાશે કરોડો… #Tulsi2.0 #SmritiIrani